આલે લે…આ બેન પણ ખરા છે હો / વલસાડમાં રસીકરણ કેમ્પમાં રમુજી ઘટના: રસી લેવા આવેલી મહિલાએ બાળકની જેમ રડી બૂમાબૂમ કરી મૂકી : જુઓ વિડિઓ

વલસાડ

શહેરમાં રસી (valsad corona vaccine) લેવા આવેલી એક મહિલાનો કોરોના રસી લેતી વખતનો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયામાં (woman funny video viral) વાયરલ થઇ રહ્યો છે. વલસાડમાં રસીકરણ કેમ્પમાં રમુજી ઘટનાનો વીડિયો જોરદાર ચર્ચા જગાવી રહ્યો છે. અહીં રસી લેવા આવેલી એક મહિલા નાના બાળકની જેમ રડતી જોવા મળી હતી, એટલું જ નહીં રોકકડ કરી મહિલાએ વાતાવરણ માથે લીધું હતું. ત્યારબાદ લોકો અને આરોગ્યની ટીમે મહિલાને સમજાવવાના પ્રયાસ કર્યા હતા. હાલ રમુજી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આખરે આરોગ્યની ટીમ અને પરિવારજનોએ મહિલાને પકડી રસી અપાવી હતી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘરે જઈ, જાહેર સ્થળો પર રસીકરણ કેમ્પો લગાવી રસી આપી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો સામે ચાલીને રસી લેવા આવી રહ્યા છે. રસીકરણ અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તો કેટલીક જગ્યાએ રસી પ્રત્યે ખોટી ભ્રામક માન્યતાઓને કારણે લોકો ડર પણ અનુભવી રહ્યા છે. જે સંદર્ભ વલસાડમાં રસીકરણ કેમ્પમાં રસી મુકાવવા આવેલી મહિલા રસી મુકતી વખતે ખુબ જ ડર અનુભવી રહી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યોછે.. આરોગ્યકર્મીએ મહિલાને રસી મૂકવાનો પ્રયાસ કરતા જ મહિલા નાના બાળકની જેમ રોકકળ કરતી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. અને અત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

મહિલાને રસી આપતી વખતે જે રમૂજી વાતાવરણ ઉભું થયું તે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, રસી લેવા આવેલી એક મહિલા રસી લેતા ડર અનુભવી રહી છે. જેથી સ્થળે હાજર કર્મચારીઓ તેમને સમજાવીને રસી આપવા પ્રયત્નો કરી રહ્યા છે. જોકે મહિલા નાના બાળકની જેમ રોકકળ કરી રહી છે, રસી મુકતા પહેલા પોતાના પરિવારના સભ્યોને પકડવા માટે પણ રડતી રડતી વિનંતી કરી રહી છે. આખરે ઉપસ્થિત લોકો અને કર્મચારીઓએ મહિલાને સમજાવી રસી લેવડાવી હતી.

આખરે આરોગ્યની ટીમ અને પરિવારજનોએ મહિલાને પકડી રસી અપાવી હતી. આ વિશે મળતી માહિતી પ્રમાણે, આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘરે જઈ, જાહેર સ્થળો પર રસીકરણ કેમ્પો લગાવી રસી આપી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો સામે ચાલીને રસી લેવા આવી રહ્યા છે. રસીકરણ અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તો કેટલીક જગ્યાએ રસી પ્રત્યે ખોટી ભ્રામક માન્યતાઓને કારણે લોકો ડર પણ અનુભવી રહ્યા છે.

જોકે નાના બાળકની જેમ રસી મુકવા આવતા પહેલા ડરી અને રોકકડ કરતી આ મહિલાના દૃશ્યો સ્થળ ઉપર ઉપસ્થિત કોઈએ મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધા હતા. અને અત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અને આ રમૂજી ઘટના અત્યારે શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://twitter.com/i/status/1469896410044645378 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.