ATM કાર્ડ ચોરી કરતી ગેંગ સક્રિય / જુઓ કેવી રીતે સુરતમાં ATM કાર્ડની ચોરી કરી, લોકોના ખાલી કરે છે આ રીતે બેંક એકાઉન્ટ, એકસાથે 35 કાર્ડ મળતા તંત્ર થયું દોડતું

ટોપ ન્યૂઝ સુરત

ATM કાર્ડનો ઉપયોગ કરનારા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં છેલ્લા થોડા સમયથી ATM મશીનમાં પૈસા ઉપાડવા જતા ગરીબ વર્ગના લોકોને ટાર્ગેટ કરી ATM મશીનમાં કોઇ તકલીફ પડે ત્યારે લોકોને મદદ કરવાનું કહીને પૈસા ઉપાડવા જતા લોકોના ATM કાર્ડ ચોરી કરી તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેતી ગેંગ સક્રિય થઈ છે. ત્યારે સુરત શહેર પોલીસની SOG દ્વારા ગેંગ ના એક સભ્યની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગને તાત્કાલીક ઝડપી પાડવાની જવાબદારી એસ.ઓ.જી.ને સોંપવામાં આવી હતી. ત્યારે SOG દ્વારા ATM માં મદદના બહાને લોકો સાથે ઠગાઈ કરતી ગેંગ ના એક સભ્ય ને ઝડપી પાડવામાં આવ્યો છે. યુવક પાસેથી 35 થી વધુ ATM કાર્ડ મળી આવ્યા છે. આરોપી ખાસ ઉતરપ્રદેશથી સુરત ઠગાઈ માટે આવતો હતો.

સુરતમાં સક્રીય થયેલી ગેંગ દ્વારા અલગ-અલગ વિસ્તારમાંથી ગરીબ મજુર વર્ગને રૂપિયા ઉપાડવામાં મદદ કરવાનું કહીને ગઠિયાઓ ATM કાર્ડનો પિન નંબર જાણી લેતા હતા અને નજર ચૂકવીને કાર્ડ બદલી પણ કરી લેતા હતા. ત્યાર બાદ ગઠિયાઓ ખાતા માંથી રૂપિયા ઉપાડી લેતા હતા. આવી જ રીતે શહેરમાંથી કુલ 4 લોકો સાથે છેતરપિંડી કરી હતી. જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી. છેતરપિંડી કરનાર ગઠિયાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જોકે, પોલીસે આરોપીઓ પકડાયા ત્યારબાદ ગુનાઓ દાખલ કર્યા છે.

​​​​​​​પહેલો બનાવ સુરતના ડિંડોલીના વિસ્તારમાંથી સામે આવ્યો હતો. ભીખન પાટીલ 30 ડિસેમ્બરે નીલગિરી સર્કલ પાસે રૂપિયા ઉપાડવા ગયા હતા. તેમનાથી રૂપિયા નહીં ઉપડતા અજાણ્યાને મદદ કરવાનું કહેતા તેણે કાર્ડ લઈને પિન નંબર જાણી લીધો હતો. ત્યાર બાદ નજર ચૂકવી અજાણ્યાએ કાર્ડ બદલી 50 હજાર રૂપિયા ભીખનના ખાતામાંથી એટીએમથી ઉપાડી લીધા હતા. તેમજ, ભેસ્તાનનો અમીત પ્રધાન 12 જાન્યુ.એ ભેસ્તાનમાં ATMમાંથી રૂપિયા ઉપાડવા ગયો હતો. રૂપિયા ન ઉપડતા અજાણ્યાએ બીજી વખત કાર્ડ નાખવા કહી પિન જોઇ લીધો હતો અને વાતવાતમાં કાર્ડ બદલી ત્યારબાદ 7500 રૂપિયા ઉપાડી લીધા હતા. અમિતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

​​​​​​​આ ઉપરાંત, 23 જાન્યુઆરીએ આરોપી ભેસ્તાનમાં આવેલ SBIના ATMમાં રૂપિયા ઉપાડવા માટે ગયો હતો. જોકે, રૂપિયો નીકળ્યા ન હતા. ઠગે પિન જોઈ કાર્ડ જોવાના બહાને નજર ચૂકવી કાર્ડ બદલી નાખ્યું હતું. ત્યાર બાદ તેના ખાતામાંથી 10 હજાર ATMથી ઉપાડી લીધા હતા. નુરહસને પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમજ, ​​​​​​​વરાછાના વલ્લભ જાની સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પાસે બીઓબીમાં ગયા ત્યારે અજાણ્યાએ મદદ કરવાના બહાને વાતોમાં ફસાવી પિન નંબર મેળવી કાર્ડ બદલી નાખ્યું હતું. ત્યાર બાદ તેમના ખાતામાંથી 7 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. વલ્લભભાઈએ મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ રીતે ATM ફ્રોડથી બચો
આ અંગે પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું કે, જ્યારે પણ પૈસા ઉપાડવા માટે ATMનો ઉપયોગ કરો ત્યારે ખાસ તકેદારી રાખવાની કે ATM રૂમમાં એક કે, તેથી વધારે વ્યક્તિ બાજુમાં ઉભા હોય ત્યારે તેમને દેખાય તે રીતે પાસવર્ડ એન્ટર કરવો નહિ. જો આવા સંજોગોમાં પાસવર્ડ એન્ટર કરવાનું થાય ત્યારે નજીક ઉભેલ વ્યક્તિ જોઇ ના શકે તે રીતે હાથની આડાશ ઉભી કરીને પાસવર્ડ નાખવો. ATM નજીક ઉભેલ અન્ય વ્યક્તિને પાસવર્ડ કોઇ પણ સંજોગોમાં જણાવો નહિ. પાસવર્ડ પોતે જ એન્ટર કરવો. રૂપિયા ઉપાડ્યા બાદ ATM કાર્ડ મશીનમાંથી જાતે જ પરત લેવું અને પરત લેતી વખતે પોતાનું જ ATM કાર્ડ છે તે પણ વેરીફાઇ કરી લેવું. જેથી જો ATM કાર્ડ કોઇ ફોર્ડ આચરનાર વ્યક્તિ દ્વારા બદલી નાખવામાં આવ્યું હોય તેવા કિસ્સામાં બેંકને તરત જ જાણ કરી ATM કાર્ડ બ્લોક કરાવી શકાય અને ફ્રોડને અટકાવી શકાય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *