અરે બાપરે / વલસાડમાં ટ્રેક પર સિમેન્ટનો પિલર મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, જુઓ આ કારણે ટળી મોટી દુર્ઘટના

ટોપ ન્યૂઝ

વલસાડમાં અતુલ રેલ્વે સ્ટેશન નજીક મોટી દુર્ઘટના ટળી. કોઈ અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર સિમેન્ટનો પિલર મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને ગુજરાત પોલીસ સહિત રેલવેના ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. આ દરમિયાન અગસ્ત ક્રાંતિ ટ્રેન પસાર થઈ હતી. અને આ પિલર ટ્રેનના એન્જિન સાથે અથડાતા ફેંકાઈ ગયો હતો.

ટ્રેન પાયલટે તાત્કાલિક અતુલ રેલ્વે સ્ટેશન માસ્ટરને જાણ કરતા દોડધામ મચી ગઈ હતી. રેલ્વે પોલીસ સહિત વલસાડ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ ઉપર ધસી આવ્યો હતો. મામલાની ગંભીરતા જોતા ખુદ સુરત રેન્જ આઇ.જી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ઘટના સ્થળનું નિરક્ષણ કર્યું હતું. એફએસએલ અને ડોગ સ્કવોડની પણ મદદ લેવાઈ છે.

જોકે હજુ સુધી ખબર નથી પડી કે કોને આ કાવતરું ઘડ્યું કે આખી ટ્રેન ને ઉથલાવાનો પ્રયાસ કર્યો હતો.મામલાની ગંભીરતા જોતા ખુદ સુરત રેન્જ આઇ.જી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ઘટના સ્થળનું નિરક્ષણ કર્યું હતું. એફએસએલ અને ડોગ સ્કવોડની પણ મદદ લેવાઈ છે.

પોલીસની જુદી જુદી ટીમો બનાવીને નજીકમાં રહેતા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. રેલ્વે સ્ટેશનના ગુડ્સ ટ્રેન લાઈનના ચાલી રહેલા કામ ઉપર કામ કરતા કામદારોની પણ પૂછપરછ કરાઈ છે. સદનસીબે સિમેન્ટનો પિલ્લર ટ્રેનના એન્જિન સાથે અથડાઈને ફેંકાઈ ગયો હતો. અને તમામ યાત્રીઓ સુરક્ષીત રહ્યા હતા.

સમગ્ર ઘટનાને લઈને ગુજરાત પોલીસ સહિત રેલવેના ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. આ દરમિયાન અગસ્ત ક્રાંતિ ટ્રેન પસાર થઈ હતી. અને આ પિલર ટ્રેનના એન્જિન સાથે અથડાતા ફેંકાઈ ગયો હતો.  તાત્કાલિક રેલ્વે સ્ટેશન માસ્ટરને જાણ કરતા દોડધામ મચી ગઈ હતી. 

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://youtu.be/RbJctZx9k7A )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.