અદાણી અને બાબા રામદેવની કંપનીનો ભારતમાં બલ્લે-બલ્લે, જુઓ ઇન્ડોનેશિયાના આ એક મોટા નિર્ણયથી ભારતના માર્કેટમાં મોટો ઝાટકો, નિર્ણય જાણીને તમને ધ્રુજારી આવશે

ટોપ ન્યૂઝ વર્લ્ડ

હાલના ઇન્ડોનેશિયાના એક નિર્ણયથી સામાન્ય માનવીને ફરી મોંઘવારીનો ફટકો પડવાનો છે. ખાદ્ય તેલની કિંમતોમાં વધારો થવાના સંકેત મળી રહ્યા છે. કેમકે ઇન્ડોનેશિયાએ 28 એપ્રિલથી ખાદ્ય તેલ ખાસકરીને પામ ઓઈલનું એક્સ્પોર્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત ખાદ્ય તેલનું સૌથી મોટું આયાતકાર છે, અને પોતાની જરૂરીયાતનું 50-60 ટકા ખાદ્ય તેલ આયાત કરે છે.

ઇન્ડોનેશિયાનાં આ નિર્ણયની અસર એટલે થશે કે ભારત [પોતાની જરૂરીયાતનું 50 ટકાથી વધારે પામ તેલ ઇન્ડોનેશિયાથી જ આયાત કરે છે. ઇન્ડોનેશિયા સરકારે ઘરેલૂ બજારમાં વધતી કિંમતોને કાબૂમાં રાખવા માટે આ નિર્ણય લીધો છે. આટલું જ નહીં, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધથી સનફ્લાવર અને સોયાબીન તેલની કિંમતોમાં પણ વધારો જોવા મળ્યો છે.

રશિયા-યુક્રેન દુનિયાના સૌથી મોટા સનફ્લાવર અને સોયાબીન તેલનાં ઉત્પાદક દેશોમાંના છે. પામ ઓઈલની સપ્લાય પર અસર થવાથી ઘરેલૂ બજારમાં તેલની કિંમતો પર પણ અસર પડી શકે હ્ચે. ખાદ્ય તેલ બજાર પર Adani Wilmar અને Ruchi Soya નો કબજો છે. એટલા માટે આ બંને શેર્સમાં સતત વધારો જોવામાં આવે છે.

અનુમાન છે કે ખાદ્ય તેલની કિંમતોમાં વધારો થવાથી આ બંને કંપનીઓને લાભ થશે. Adani Wilmarનાં સ્ટોકમાં ગયા ઘણા દિવસોથી સતત અપર સર્કિટ જોવા મળે હ્ચે. શેર ગયા 5 દિવસોમાં લગભગ 25 ટકા વધી ચુક્યા છે. અદાણી વિલ્મરનાં શેર બુધવારે 5 ટકા વધીને 843.30 રૂપિયા પર બંધ થયા હતા. આ સ્ટોકમાં લિસ્ટિંગ બાદ જ વધારાની આ પ્રક્રિયા જોવા મળી.

Adani Wilmar નો ભારતીય ખાદ્ય તેલ બજાર પર સૌથી વધારે કાબૂ છે. આ ઉપરાંત Ruchi Soyaનાં શેર્સમાં ગયા અમુક દિવસોથી વધારો જોવા મળ્યો છે. બજારમાં વહેંચાણ છતાં બુધવારે Ruchi Soya ઈંડસ્ટ્રીઝનાં શેર્સમાં વધારો કાયમ છે. કારોબારનાં અંતમાં શેર લગભગ 7 ટકા ઉછળીને 1104 રૂપિયા પર બંધ થયા હતા.

આ શેર્સનાં ગયા 52 અઠવાડિયામાં ઉછાતમ સ્તર 1,377 રૂપિયા છે. Ruchi Soya યોગગુરુ રામદેવ બાબાની કંપની છે. Ruchi Soya પાસે પામ ખેતી માટે 3 લાખ હેક્ટરની જમીન છે. 3 લાખ હેક્ટરમાંથી 56,000 હેક્ટર પર ખેતી થાય છે. બ્રાન્ડેડ પામ તેલ કંપનીનાં 12 ટકાનાં માર્કેટ શેર છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.