શું સાચી પડશે બાબા વેંગાની ભવિષ્યવાણી? / યુક્રેન-રશિયા યુદ્ધની સાથે જ બાબા વેંગાએ કરી મોટી ભવિષ્યવાણી, જુઓ પુતિન વિષે કહ્યું એવું કે જાણીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા

ટોપ ન્યૂઝ વર્લ્ડ

અમેરિકામાં 9/11 હુમલાની ભવિષ્યવાણી માટે સૌથી પ્રસિદ્ધ ક્લેરવોયન્ટ ફકીર બાબા વેંગાએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના ઉદયની પણ ભવિષ્યવાણી કરી હતી. રશિયાના પશ્ચિમ સાથે મુકાબલો કરવા અને યુક્રેનમાં સૈન્ય આક્મણ શરૂ કરવાની સાથે પુતિન વિશે અંધ ફકીર બાબા વેંગાની ભવિષ્યવાણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

બાબા વેંગાના જણાવ્યાં મુજબ પુતિન એક દિવસ ‘દુનિયા પર રાજ’ કરશે અને રશિયાને ‘દુનિયાનો માલિક’ બનતા કોઈ રોકી શકે તેમ નથી. પુતિન સંદર્ભે તેમણે પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું હતું કે ‘તમામ ઓગળી જશે, જેમ કે બરફ, ફક્ત એક જ અછૂતો રહેશે. વ્લાદિમિરનો મહિમા, રશિયાનો મહિમા. કોઈ પણ રશિયાને રોકી શકશે નહીં.’

બાલ્કનના નોસ્ત્રાદેમસનું ઉપનામ ધરાવતા બાબા વેંગાએ અનેક ભવિષ્યવાણીઓ કરેલી છે. કહે છે કે ખુબ નાની ઉંમરમાં પોતાની દ્રષ્ટિ ગુમાવ્યા બાદ તેમણે ભવિષ્યવાણી કરવાી ક્ષમતા મેળવી હતી. વેંગાએ ભવિષ્યમાં 5.79 સુધી હજારો વર્ષની ભવિષ્યવાણી કરી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે બલ્ગેરિયન ફકીરની ભવિષ્યવાણીની સફળતાનો દર 85 ટકા છે. તેમનું 1996માં મૃત્યુ થયું હતું.

યુક્રેનને નાટો દેશોમાં સામેલ થવાની મંજૂરી ન આપવા માટે પશ્ચિમી દેશો પર દબાણ સર્જવા માટે રશિયાએ અઠવાડિયાઓ સુધી યુક્રેનની સરહદો પર 150000થી વધુ સૈનિકોનો જમાવડો કરી નાખ્યો હતો. છેલ્લા 24 ફેબ્રુઆરીના રોજ ક્રેમલિને ‘વિશેષ સૈન્ય અભિયાન’ ના બહાને તથા વિસૈન્યીકરણના હેતુથી પોતાના સશસ્ત્ર દળોને યુક્રેન પર પૂર્ણ આક્રમણ કરવાનો આદેશ આપ્યો.

મોસ્કો સાથે વાર્તા સ્થાપિત કરવામાં કિવની નિષ્ફળતા બદલ પોતાના કારણનો હવાલો આપતા પુતિને રશિયાની સેનાને દેશ ભરમાં ભારે મિસાઈલ હુમલા અને વિસ્ફોટ શરૂ કરવાના નિર્દેશ આપ્યા. યુક્રેને આત્મસમર્પણ કરવાની ના પાડી દીધી છે અને સામનો કરવાનો ચાલુ રાખ્યો છે. આ બાજુ રશિયાની સેના ભલે યુક્રેન કરતા વધુ શક્તિશાળી છે પરંતુ આ જંગમાં તેણે પણ ખુબ નુકસાન વેઠવું પડી રહ્યું છે. રશિયાએ સ્વીકાર્યું કે યુક્રેનમાં તેને કેટલાક સૈનિકોનું નુકસાન થયું છે.

યુદ્ધ શરૂ થયા બાદ પહેલીવાર એવું બન્યું કે જ્યારે રશિયાએ પોતાના સૈનિકોના માર્યા જવાની વાત સ્વીકારી છે. રશિયાના રક્ષા મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઈગોર કોનાશેન્કોવે જણાવ્યું કે અમારા કેટલા સૈનિકોના જીવ ગયા છે અને કેટલાક ઘાયલ થયા છે. રશિયાએ મૃતકો અને ઘાયલોની સંખ્યાનો ખુલાસો કર્યો નથી. મેજર જનરલ કોનાશેન્કોવે કહ્યું કે યુક્રેનના સૈનિકોની સરખામણીએ રશિયાને ઘણું ઓછું નુકસાન થયું છે.

જો કે યુક્રેનનો દાવો છે કે તેણે રશિયાના લગભગ 4300 સૈનિકો માર્યા છે અને 200થી વધુ સૈનિકોને યુદ્ધબંદી બનાવ્યા છે. યુક્રેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કહ્યું કે જંગ શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં રશિયાના 4300 સૈનિકો માર્યા ગયા છે. અને 200થી વધુને યુક્રેની સેનાએ બંધક બનાવી લીધા છે.

UNSC નું સ્પેશિયલ સત્ર
આ બાજુ UNSC એ રવિવારે યુક્રેન હુમલા મુદ્દે 193 સભ્યવાળી મહાસભાનું ઈમરજન્સી વિશેષ સત્ર બોલાવ્યું છે. જે સોમવારે આયોજિત કરાશે. 4 દાયકામાં પહેલીવાર UNSC એ યુક્રેન પર UNGA માં વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય કર્યો છે. જ્યારે UNSC ના ઈતિહાસમાં આવું 11મી વાર હશે.

આ અગાઉ યુક્રેન સંકટ પર ઈમરજન્સી વિશેષ સત્ર બોલાવવા અંગે સુરક્ષા પરિષદમાં વોટિંગ થયું. યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં આ પ્રસ્તાવના પક્ષમાં 15માંથી 11 મત પડ્યા. જ્યારે રશિયાએ તેનો વિરોધ કર્યો. આ બાજુ ભારત, ચીન અને યુએઈએ ફરીથી એકવાર મતદાન પ્રક્રિયાથી અંતર જાળવ્યું. આવું જ કઈક શુક્રવારે પણ બન્યું હતું. જ્યારે યુક્રેન પર રશિયાના હુમલાને રોકવા અને સૈન્ય વાપસીને લઈને યુએનમાં પ્રસ્તાવ આવ્યો હતો. પરંતુ ત્યારે રશિયાએ વીટોનો ઉપયોગ કરીને પ્રસ્તાવ પાડી નાખ્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.