બબીતાનો આલીશાન નવો ફ્લેટ / બબીતાજીએ આટલા કરોડના ફ્લેટની ટુર કરાવી, જુઓ આખા આલીશાન ઘરમાં રહે છે એકલી બબીતા સાથે આ ખાસ વ્યક્તિ

ટોપ ન્યૂઝ બોલિવૂડ

બબીતાએ પોતાના નવા ઘરને જાતે ડિઝાઇન કર્યું છે, બેડરૂમમાં ગોલ્ડન રંગની થીમ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાનો રોલ પ્લે કરનાર મુનમુન દત્તા માટે આ વર્ષ ઘણું જ ખાસ રહ્યું છે. બબીતાએ દિવાળી પોતાના નવા ઘરમાં સેલિબ્રેટ કરી હતી. દિવાળી પર બબીતાએ પોતાના નવા ઘરની કેટલીક તસવીરો શૅર કરી હતી. હવે તેણે સો.મીડિયામાં ચાહકોને હોમ-ટૂર કરાવી છે. માનવામાં આવે છે કે ફર્નિચર સહિત આ ઘરની કિંમત અઢીથી ત્રણ કરોડની વચ્ચે છે.

બે બેડરૂમનું ઘર : બબીતાએ હોમ-ટૂર કરાવતી વખતે ઘર અંગે કેટલીક ખાસ વાતો પણ કહી હતી. મુનમુન દત્તાએ કહ્યું હતું કે તેણે આ ઘર જાતે જ ડિઝાઇન કર્યું છે. આટલું જ નહીં, તેણે ઘરનું ફર્નિચર તૈયાર લીધું નથી, પણ બનાવડાવ્યું છે.

ઘરમાં ચાર સભ્યો રહે છે : તેણે વધુમાં કહ્યું હતું કે તેના ઘરમાં ચાર સભ્ય રહે છે, જેમાં તે, તેનાં મમ્મી અને બે બિલાડી (માઉ તથા કુકીઝ) રહે છે. મુનમુન દત્તાએ ડ્રોઇંગ રૂમમાં વધુમાં વધુ લોકો બેસી શકે એ રીતે સોફા બનાવ્યા છે. દીવાલ પરના પેઇન્ટિંગ તથા વોલ આર્ટ છેલ્લી ઘડીએ ખરીદ્યા હતા.

ઘરમાં વ્હાઇટ-ગ્રે-ગોલ્ડન રંગનો ઉપયોગ : મુનમુન દત્તાના ઘરમાં વ્હાઇટ, ગ્રે તથા ગોલ્ડન રંગનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે. ડાઇનિંગ ટેબલની ચેર ગોલ્ડન રંગની છે તો લાઇટ તથા શો પીઝ ગોલ્ડન અને રોઝ ગોલ્ડનના છે.

બેડરૂમમાં ગોલ્ડન રંગ : મુનમુન દત્તાએ પોતાના મમ્મીના બેડરૂમને ગેસ્ટ રૂમ પણ કહ્યો છે. મુનમુનના મતે, તેનાં મમ્મી અહીં બહુ રહેતાં નથી અને તેઓ ગેસ્ટની જેમ જ આવે છે. તેથી જ તેણે મમ્મીના રૂમને ગેસ્ટ બેડરૂમ પણ કહ્યો છે.

સમજીવિચારીને હોમ-ટૂર કરાવવાનો નિર્ણય લીધો : વીડિયોમાં અંતે મુનમુન દત્તાએ કહ્યું હતું કે આ ઘર તેની મહેનતનું પરિણામ છે. તેને તેની પ્રાઇવસી ઘણી જ પસંદ છે અને એનો કોઈ ભંગ કરે એ વાત તેને બિલકુલ પસંદ નથી. જોકે તેણે સમજીવિચારીને ચાહકોને હોમ-ટૂર કરાવવાનો નિર્ણય લીધો હતો.

મુનમુન દત્તાએ કહ્યું હતું કે તેણે આ ઘર જાતે જ ડિઝાઇન કર્યું છે. આટલું જ નહીં, તેણે ઘરનું ફર્નિચર તૈયાર લીધું નથી, પણ બનાવડાવ્યું છે. તેણે વધુમાં કહ્યું હતું કે તેના ઘરમાં ચાર સભ્ય રહે છે, જેમાં તે, તેનાં મમ્મી અને બે બિલાડી (માઉ તથા કુકીઝ) રહે છે. મુનમુન દત્તાએ ડ્રોઇંગ રૂમમાં વધુમાં વધુ લોકો બેસી શકે એ રીતે સોફા બનાવ્યા છે.

દીવાલ પરના પેઇન્ટિંગ તથા વોલ આર્ટ છેલ્લી ઘડીએ ખરીદ્યા હતા. મુનમુન દત્તાના ઘરમાં વ્હાઇટ, ગ્રે તથા ગોલ્ડન રંગનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે. ડાઇનિંગ ટેબલની ચેર ગોલ્ડન રંગની છે તો લાઇટ તથા શો પીઝ ગોલ્ડન અને રોઝ ગોલ્ડનના છે. મુનમુન દત્તાએ પોતાના મમ્મીના બેડરૂમને ગેસ્ટ રૂમ પણ કહ્યો છે. મુનમુનના મતે, તેનાં મમ્મી અહીં બહુ રહેતાં નથી અને તેઓ ગેસ્ટની જેમ જ આવે છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://youtu.be/8sg0Ffw9dL8 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.