તમારા કામનું / સોનુ ચાંદી ખરીદવાનું વિચારતા લોકો માટે ખરાબ સમાચાર, જુઓ ફરી ભાવમાં મોટો ઉછાળો, જાણો આજના નવા ભાવ

બિઝનેસ

દેશના સર્રફા બજારમાં આજે ઊછળ જોવા મળી રહ્યો છે અને આ પાછળનું કારણ છે સોના ચાંદીની કિંમતમાં વધારો. સોનાની કિંમત 2 દિવસથી સતત વધતી જાય છે અને ચાંદીના ભાવ પણ નિરાશાજનક છે. આજે સોનાના વાયદા બજારમાં 50600 રૂપિયાનાં સ્તર પર કિંમતો છે અને ચાંદીના ભાવ 54000ની નજીક આવી ગયા છે.

એમસીએક્સ એટલે કે મલ્ટી કમોડીટી એક્સચેન્જ પર આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સોનું લગભગ 200 રૂપિયાના ઉછાળ સાથે 50600 રૂપિયાને પાર જતું રહ્યું છે. સોનાનો ઓક્ટોબરનો વાયદા ભાવ 198 રૂપિયા કે 0.39 ટકા વધીને 50,631 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચાંદીનો સપ્ટેમ્બર વાયદા ભાવ 527 રૂપિયા અથવા 0.99 ટકાનાં ઉછાળ સાથે 53,917 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. રીટેલ સર્રફા બજારમાં આજે સોનાનો ભાવ વધ્યો છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 150 રૂપિયાના ઉછાળા સાથે 47,050નાં સ્તર પર છે, જ્યારે 24 કેરેટ શુદ્ધતાવાળા સોનાનો ભાવ 160 રૂપિયાના ઉછાળા સાથે 51,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેટ પર છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.