ધ્યાન રાખજો નહીંતર ભેરવાઈ જશો / સુરતના સિગરેટ રસીકો માટે ખરાબ સમાચાર, જુઓ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, જાણીલો નવો નિયમ પછી હલવાઈ જાવ ત્યારે કેતા નય…

ટોપ ન્યૂઝ સુરત

સુરત ભારત સરકાર દ્વારા ભારતીય હેલ્થ વોર્નીંગ વિનાની સીગરેટ, ઈ-સીગરેટ તથા ઈ-હુક્કાના સેવન અને વેચાણ ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. જેથી આવા રી-ટેઇલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતાઓને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નરે સુચનાઓ આપેલી છે. તે અનુસાર એસ.ઓ.જી. આવા લોકોને શોધવા માટેનું કામ કરી રહ્યું છે. સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવા પ્રકારની ભારતીય હેલ્થ વોર્નીંગ વિનાની સીગરેટ, ઈ-સીગરેટ તથા ઈ-હુક્કાનુ વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડકટ્સના હોલસેલ દુકાનદારો ઉપર વોચ રાખવા એસ.ઓ.જીની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.

જે ટીમો દ્વારા આવા વિક્રેતાઓ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી હતી. પોલીસ દ્વારા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. બાતમી મળી કે, અઠવા ભાગા તળાવ પાણીની ભીંત પાસે જુના કોંગ્રેસ હાઉસની સામેના મકાનમાં એમ.એસ.કલેક્શન “નામની દુકાનમાં ઇલેક્ટ્રીક સામાન વેચવાની આડમાં ઇ-સિગારેટનુ વેચાણ કરે છે. જે બાતમી આધારે ટીમે દરોડા પાડીને શાબીર અબ્દુલરઉફ રવાણીને ઝડપી પાડ્યો હતો. તેની દુકાનમાં રાખેલ ઇલેક્ટ્રીક સામાન, ઘડીયાળના બોક્સની પાછળ સંતાડી રાખેલ (૧) “SMOK VAPE PEN-22 “ કંપનીની પ્લાસ્ટીકના બોક્સમાં પેક કરેલ ઇ-સિગરેટ ચાર્જર કેબલ સાથેની ઇ-સિગરેટના બોક્સ કુલ નંગ-૧૦૯ (૨) “ISTICK PICO” કંપનીની પ્લાસ્ટીકના બોક્સમાં પેક કરેલ ઇ-સિગરેટ ચાર્જર કેબલ સાથેની ઇ સિગરેટના બોક્સ કુલ નંગ-૮૫ (3) “2500 PUFFS YUOTOXXL” કંપનીની પ્લાસ્ટીકના બોક્સમાં પેક કરેલ ઇ-સિગરેટના બોક્સ કુલ નંગ-૧૫ (૪) ઇ-સિગરેટની બેટરી-સેલ નંગ ૮૫ તથા (૫) “AL-FAKHR VAPE JUICE” કંપનીની અલગ-અલગ ફ્લેવરની ૧૫ એમ.એલ.ની બોટલ નંગ-૨૦૦, ૧,૨૪,૭૫૦/-ની તથા મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૭૪,૭૫૦/-મતાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો.

જેથી આ યુવાધન બરબાદ થતુ અટકાવવા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સુદ્રઢ રીતે જળવાઈ રહે તે માટે પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવેલ સખ્ત સુચના મુજબ આવનારા સમયમા સુરત શહેરમાં આવેલ તમામ પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ ડ્રિસ્ટીબ્યુટરો ઉપર વોચ ગોઠવી તેમના દ્વારા ભારતીય હેલ્થ વોર્નીંગ વિનાની સીગરેટ, ઈ-સિગરેટ, ઇ-હુક્કા કે આવી કોઈ અન્ય પ્રોડક્ટનુ વેચાણ થતું હશે તો તેમના ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

શહેર પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા સુરત શહેરમાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે “ NO DRUGS IN SURAT CITY” અભિયાન ચાલુ કર્યું છે. જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહ્યા છે. શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ભારતીય હેલ્થ વોર્નીંગ વિનાની સીગરેટ, ઈ-સીગરેટ તથા ઈ હુક્કાનુ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના સેવનના કારણે યુવાધન નશાખોરીના રવાડે ચઢી પોતાના આરોગ્યને જોખમમાં મુકે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *