પેટ્રોલ-CNG પછી હવે સીંગતેલના ડબ્બાનો વારો / ગૃહિણીઓ માટે માઠા સમાચાર, જુઓ સિંગતેલ અને કપાસિયા તેલનો ડબ્બો થયો આટલો મોંઘો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

ગુજરાતમાં ત્રણ પ્રકારનું તેલ વધુ ખવાય છે અને તે ત્રણેયના ભાવ વધ્યા છે. બીજી તરફ યાર્ડમાં કપાસના ભાવ પણ એકંદરે 1400થી 1800 વચ્ચે સ્થિર રહ્યા છે જેમાં સારી ગુણવત્તાના કપાસના ખેડૂતોને મહત્તમ રૂ।. 1900નો ભાવ મળ્યો હતો. મગફળીની સાથે કપાસની પણ સારી આવક પહેલેથી થઈ રહી છે.

ગૃહિણીઓને આજે ફરી એકવખત માઠા સમાચાર મળી રહ્યા છે. રાજકોટ સહિત રાજ્યમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવખત ભાવ વધારો થયો છે. સિંગતેલ અને કપાસિયા તેલમાં ડબ્બે 15 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2075 થયો છે. જેના કારણે હવે ગૃહિણીઓને સિંગતેલના ડબ્બાનો ભાવ 2275 રૂપિયા થયો છે. ઓપન માર્કેટમાં કપાસનો ભાવ રેકર્ડ બ્રેક રહેતા કપાસિયા તેલના ભાવ ઊંચકાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. મગફળીમાં ડિમાન્ડ રહેતા સિંગતેલના ભાવ પણ વધ્યા છે.

નોંધનીય છે કે કેન્દ્ર સરકારે ખાદ્યતેલોના ભાવ વ્યાજબી થાય તે માટે વાયદાના વેપાર પર પ્રતિબંધ, આયાત છૂટ સહિતના પગલા લીધા પરંતુ, રાજ્ય સરકારે કેન્દ્રની સૂચના છતાં સ્ટોક લિમિટ મુકીને સંગ્રહખોરી પર નિયંત્રણ મૂક્યો નથી. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડમાં મગફળીનો રેકોર્ડબ્રેક પાક, યાર્ડમાં ધૂમ આવક છતા સિંગતેલમાં બે દિવસમાં રૂ।. 35નો વધારો ઝીંકાયો છે. તેના પગલે કપાસિયા તેલમાં રૂ।.25 અને પામતેલમાં પણ રૂ।. 20નો વધારો થયો છે.

ગુજરાતમાં ત્રણ પ્રકારનું તેલ વધુ ખવાય છે અને તે ત્રણેયના ભાવ વધ્યા છે. બીજી તરફ યાર્ડમાં કપાસના ભાવ પણ એકંદરે 1400થી 1800 વચ્ચે સ્થિર રહ્યા છે જેમાં સારી ગુણવત્તાના કપાસના ખેડૂતોને મહત્તમ રૂ।. 1900નો ભાવ મળ્યો હતો. મગફળીની સાથે કપાસની પણ સારી આવક પહેલેથી થઈ રહી છે.

એકતરફ રાજકોટ યાર્ડમાં એક દિવસમાં 31.35 લાખ કિલો મગફળીની આવક થઈ છે. પરંતુ આજે યાર્ડ બંધ રહેશે. યાર્ડનું રોજનું ટર્નઓવર રૂ।. 12થી 15 કરોડનું સરેરાશ હોય છે, આ એક દિવસમાં આવેલી મગફળીની કિંમત આશરે 16 કરોડ છે! યાર્ડમાં મગફળીના ભાવ ઘણા દિવસોથી પ્રતિ મણના રૂ।. 900થી 1150 વચ્ચે ટકેલા છે. ખેડૂતોને મળતા મગફળીના ભાવ સ્થિર છે.

ઓપન માર્કેટમાં કપાસનો ભાવ રેકર્ડ બ્રેક રહેતા કપાસિયા તેલના ભાવ ઊંચકાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. મગફળીમાં ડિમાન્ડ રહેતા સિંગતેલના ભાવ પણ વધ્યા છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે ખાદ્યતેલોના ભાવ વ્યાજબી થાય તે માટે વાયદાના વેપાર પર પ્રતિબંધ, આયાત છૂટ સહિતના પગલા લીધા પરંતુ, રાજ્ય સરકારે કેન્દ્રની સૂચના છતાં સ્ટોક લિમિટ મુકીને સંગ્રહખોરી પર નિયંત્રણ મૂક્યો નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.