એક મહિલાની નિર્દયતાથી પીટાઈનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં પણ કેદ થઈ ગઈ.
દેશની રાજધાની દિલ્હી (Delhi) ના શાલીમાર બાગ (Shalimar Bagh) વિસ્તારમાં એક મહિલાની નિર્દયતાથી પીટાઈનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં પણ કેદ થઈ ગઈ. આ હુમલો 19 નવેમ્બરના રોજ થયો હતો. પીટાઈ બાદ મહિલાએ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. ડિસ્ચાર્જ થયા બાદ પીડિતાએ આમ આદમી પાર્ટી (AAP)ના સ્થાનિક વિધાયક પર ગુંડા મોકલી પીટાઈ કરાવવાનો આરોપ છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે એક મહિલા સાથે કેટલાક પુરુષો અને મહિલાઓ લાકડી અને ડંડાથી મારપીટ કરી રહ્યા છે.
મહિલાની એટલી ખરાબ રીતે પીટાઈ કરવામાં આવી હતી કે તે પોતાના પગ ઉપર પણ ઊભી રહી શકતી નહતી. ગત મંગળવારે તે જેવી વ્હીલચેર દ્વારા હોસ્પિટલથી બહાર આવી કે તેણે સૌથી પહેલા CCTV ફૂટેજ કઢાવ્યા જેથી કરીને કાનૂની મદદ દ્વારા તે દોષિતોને સજા અપાવી શકે.
મહિલાની નિર્દયતાથી પીટાઈનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને પીડિતાએ હુમલો કરાવવાનો આરોપ આમ આદમી પાર્ટીના શાલીમાર બાગથી વિધાયક વંદનાકુમારી પર લગાવ્યો છે. જો કે પોલીસને અપાયેલી ફરિયાદમાં વિધાયકનો ઉલ્લેખ જરૂર છે પરંતુ તેમના વિરુદ્ધ FIR દાખલ કરાઈ નથી.
#WATCH | A group of persons beat up a woman with sticks in a residential colony in Shalimar Bagh area of Delhi on November 19
Based on the woman’s complaint, Delhi Police has registered an FIR against unknown persons, it said.
(CCTV footage of the incident) pic.twitter.com/YmZRtD7COu
— ANI (@ANI) December 1, 2021
પોલીસનું કહેવું છે કે આ મામલે અમે બે મહિલા આરોપીઓની ધરપકડ કરી હતી. બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય આરોપીઓની શોધ ચાલુ છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે એક મહિલા સાથે કેટલાક પુરુષો અને મહિલાઓ લાકડી અને ડંડાથી મારપીટ કરી રહ્યા છે. મહિલાની એટલી ખરાબ રીતે પીટાઈ કરવામાં આવી હતી કે તે પોતાના પગ ઉપર પણ ઊભી રહી શકતી નહતી. ગત મંગળવારે તે જેવી વ્હીલચેર દ્વારા હોસ્પિટલથી બહાર આવી કે તેણે સૌથી પહેલા CCTV ફૂટેજ કઢાવ્યા જેથી કરીને કાનૂની મદદ દ્વારા તે દોષિતોને સજા અપાવી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!