સૌથી મોંઘા છુટા-છેડા / દુબઈના રાજાને ભૂતપૂર્વ પત્ની સાથેની લડાઈ ભારે પડી, UKની કોર્ટે અધધ આટલા હજાર કરોડ રકમ ચૂકવવા આદેશ કર્યો

ટોપ ન્યૂઝ વર્લ્ડ

રાજકુમારી હયા શેખ મોહમ્મદની છઠ્ઠી પત્ની છે અને ઓક્સફોર્ડથી રાજનીતિ, દર્શનશાસ્ત્ર, અર્થશાસ્ત્રમાં અભ્યાસ કર્યો છે

દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ-મકતુમને લંડન હાઈકોર્ટે તેમના ભૂતપુર્વ પત્ની અને બે બાળકો સાથે અટકાયતની લડાઈને ઉકેલવા માટે રૂપિયા 5550 કરોડ એટલે કે 554 મિલિયન પાઉન્ડ આપવા માટે આદેશ કર્યો છે. બ્રિટનની હાઈકોર્ટે કિંગને આદેશ આપતા કહ્યું કે તેમણે આ રકમ ડિવોર્સ સેટલમેન્ટ અને બાળકોની સુરક્ષિત ભવિષ્ય માટે ચુકવવાની રહેશે. બ્રિટનના ઈતિહાસમાં આ સૌથી મોંઘા તલ્લાક પૈકીના એક તલ્લાક છે. રાજકુમારી હયા જોર્ડનના ભૂતપુર્વ રાજા હુસૈનની દીકરી છે.

UK હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ફિલિપ મૂરે તેમના ચુકાદામાં કહ્યું કે રાજકુમારી હયા અને તેમના બાળકોને આતંકવાદ અથવા તો અપહરણ જેવા જોખમોનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિમાં તેમની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા થવી જોઈએ. બ્રિટનમાં તેમની સુરક્ષાને સુનિશ્ચિત કરવાની જરૂર છે.

ઇંગ્લેન્ડના વકીલોના જણાવ્યા પ્રમાણે શેખ 554 મિલિયન પાઉન્ડની રકમની ચુકવણી કરશે. આ રકમ પૈકી 251.5 મિલિયન પાઉન્ડ (આશરે રૂપિયા 2500 કરોડ) રાજકુમારી હયાને એક સાથે આપવામાં આવશે. આ સાથે જ તેમના બન્ને બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે 290 મિલિયન પાઉન્ડ (આશરે રૂપિયા 2900 કરોડ) સિક્યોરિટી સ્વરૂપમાં બેન્કમાં રાખવામાં આવશે. આ ઉપરાંત બાળકો મોટા થાય ત્યારે પ્રત્યેક વર્ષે 11.2 મિલિયન પાઉન્ડ (આશરે રૂપિયા 112 કરોડ) ની રકમ આપવાની રહેશે. રાજકુમારી હયાએ આ સેટલમેન્ટ માટે 1.4 બિલિયન પાઉન્ડ (આશરે રૂપિયા 14000 કરોડ) માગ્યા હતા.

કોણ છે રાજકુમારી હયા: રાજકુમારી હયા શેખ મોહમ્મદની છઠ્ઠી પત્ની છે. તેમણે ઓક્સફોર્ડથી રાજનીતિ, દર્શનશાસ્ત્ર તથા અર્થશાસ્ત્રમાં અભ્યાસ કર્યો છે. વર્થ 2004માં દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ સાથે નિકાહ કર્યા. પણ વર્ષ 2019માં અચાનક જ દુબઈ છોડી ઈંગ્લેન્ડ જતી રહી.

શેખની દીકરી પણ ચર્ચામાં રહેલી : રાજકુમારી હયા અગાઉ દુબઈ રાજપરિવારની દીકરી પ્રિન્સિસ લતીફા પણ ચર્ચામાં રહી હતી. તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં તેને દુબઈમાં મહિલાઓની સ્થિતિ અંગે આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત તેના પિતા પર પણ તેણે બંધક બનાવવાનો આરોપ લગાવ્યો હતો. ​​​​​​​

હયાની હત્યા કરાવવા માગતા હતા શેખ?
આશરે સાત કલાકની પૂછપરછ સમયે 47 વર્ષની હયાએ કહ્યું કે હું ખરેખર સ્વતંત્ર થવા માગુ છું અને બાળકો પણ મુક્ત થાય તેમ ઈચ્છું છું. આ આર્થિક સમજૂતી એ બાબત અંગે છે કે જ્યારે હયા એપ્રિલ 2019માં બ્રિટનમાં ભાગીને આવી હતી. બ્રિટન પહોંચ્યા બાદ એક મહિના બાદ હયાએ શેખને છૂટાછેડા આપવા કહ્યું હતું. તેણે કહ્યું હતું કે શેખ તેને મારી નંખાવવા ઈચ્છતા હતા. ત્યારબાદ લંડનની કોર્ટે ચૂકાદો આપતા કર્યું કે શેખે હયાને ડરાવવા અને ધમકાવવાનું કામ કર્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.