અરરર / દિયર તેની ભાભી સાથે રોજ રોજ કરતો એવું કામ કે એક દિવસ કંટાળીને ભાભીએ કીડી-મંકોડા મારવાની ઝેરી દવા ગટગટાવી લીધી, કારણ જાણીને તમારા રુવાડા ઉભા થઇ જશે

અમદાવાદ

હાલ અમદાવાદ કૃષ્ણનગર વિસ્તારમાં ભાભી અને દિયર વચ્ચે એવા જ કંઈક ઘટાશ ભર્યા સંબંધોનો મામલો સામે આવ્યો છે. કૃષ્ણનગર વિસ્તારમાં એક મહિલા પોતાના પરિવાર સાથે રહે છે. એક દિવસ મહિલાને કોઈ કારણોસર પૈસાની જરૂર પડી હતી. એટલા માટે તેણે તેના સાસુ-સસરા પાસે 90 હજાર રૂપિયા ઉછીના માગ્યા હતા.

સાસુ-સસરાને પણ તેમની વહુ પર ખૂબ જ ભરોસો હતો. એટલા માટે તેઓએ તેમની પુત્રવધુને 90,000 રૂપિયા આપ્યા હતા. પરંતુ આ વાતની જાણ જ્યારે તેના દિયરને થઈ ત્યારે તેને આ બાબત બિલકુલ પસંદ પડી હતી નહીં. એટલા માટે તે અવારનવાર તેની ભાભી સાથે ઝઘડો કરતો હતો.

સાસુ-સસરા પૈસાની ઉઘરાણી કરે એ પહેલાં જ તે પોતે ઉઘરાણી કરવા માટે પહોંચી જતો હતો. તે અવારનવાર તેની ભાભીને કહેતો હતો કે થોડા દિવસની અંદર મને પૈસા પાછા આપી દેજો નહીં તો જોવા જેવી થશે. પરંતુ પરણિત મહિલા તેના દિયરની આ બધી બાબતોને ધ્યાનમાં લેતી હતી નહીં એક દિવસ જ્યારે ફોન કરીને પરણિત મહિલાને કહ્યું હતું કે પૈસાનું શું થયું હોય ત્યારે આપવાના છે. એમ કહીને ગંદી ગંદી ગાળો પણ આપી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી..

દિયર ધીમે ધીમે તેને ખૂબ જ ત્રાસ પહોચાડવા લાગ્યો હતો. આ પૈસા પરિણીત મહિલાએ તેના સાસુ-સસરા પાસેથી લીધા હતા. અને થોડા જ દિવસમાં પરત પણ કરવાની હતી. પરંતુ પરણિત મહિલા અને સાસુ-સસરાની વચ્ચે તેનો દિયર આવી ગયો હતો અને પરણિત મહિલાને રોજ ત્રાસ પહોંચાડવા લાગ્યો હતો.

આ ત્રાસથી કંટાળીને મહિલાએ ઘરમાં રહેલી કીડા મકોડા મારવાની દવા ગટગટાવી લીધી હતી અને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પણ એક મહિલાની તબિયત અચાનક લથડી પડતા તેના ઘરના સભ્યોએ તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી અને તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.

સારવાર લીધા બાદ મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં તેના દિયર સામે ત્રાસ આપવાની ફરિયાદ પહોંચાડી છે. તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓની પણ ફરિયાદ નોંધાવી દીધી છે. પૈસાની લેતીદેતી મામલે ઘરમાં રહેતો દિયર જ તેની ભાભીને ત્રાસ આપતો હતો. હકીકતમાં આ બાબત સાસુ-સસરા અને પરિણીત મહિલાઓ વચ્ચેની હતી પરંતુ તેમાં જ્યારે આડો પગ નાખીને મામલો વખોડી નાખ્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.