ધ્યાન રાખજો / જો તમારું બાળક BTS નું ફેન છે તો ચેતી જજો, જુઓ સુરતની ચાર દીકરીઓએ આના પાછળ કર્યું એવું કે જાણીને તમે ચોંકી જશો

ટોપ ન્યૂઝ સુરત

સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એકસાથે 4 બાળકીઓ ગુમ થયાનો મામલો સામે આવ્યો હતો. જેના લીધે પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. એકસાથે 4 દીકરીઓ ગુમ થતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. આ વિદ્યાર્થીનીઓ સ્કૂલે જવાનું કહીને ઘરેથી દિલ્હી જવા રવાના થઇ હતી.

જોકે, આ દીકરીઓએ મળ્યા બાદ જે ખુલાસો કર્યો તો પોલીસ તથા માતાપિતા માટે ચોંકાવનારો હતો. તમામ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સુરતમાં બન્યો છે. એકસાથે ચાર બાળકી ગુમ થતા પોલીસ તંત્ર એકાએક દોડતું થયું હતું. આ અંગે અમરોલી પોલીસમાં FIR પણ નોંધાઈ. એક સાથે ચાર બાળકી ગુમ થતા પોલીસ તંત્રની ઊંઘ ઊડી હતી.

પરંતુ પોલીસે ચારેય બાળકીઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢી હતી. આ સાથે જ અમરોલી પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી. પરંતુ તપાસ કરતા જાણવા મળ્યુ કે, બાળકીઓ સ્કૂલ જવાનું કહી ગુમ થઈ હતી. ગુમ થનાર બાળકીઓ કોરિયન મ્યૂઝિક બેન્ડ BTS આર્મી ગ્રુપમાં ભાગ લેવા ઘરેથી એકસાથે નીકળી ગઈ હતી.

ચારેય બાળકીઓ BTS મ્યૂઝિક બેન્ડ પાછળ દિવાની છે. તેથી ઓડિશન આપવા માટે દિલ્હી ખાતે જવા નીકળી પડી હતી. બાળકીઓ ઘરેથી નીકળીને ટ્રાવેલ્સની બસમાં બેસી ગઈ હતી. ત્યારે પોલીસે તપાસ તેજ કરતા તેઓ ભરૂચ નજીકના પાલેજ ખાતે પહોંચી ત્યારે જ તેમને શોધી લેવાઈ હતી. સમજાવીને પરત લાવવામાં આવીને માતાપિતાને

આજના બાળકો ટીવી અને સોશિયલ મીડિયાથી પ્રેરાઈને તેમના જેવુ કરવા જાય છે. તેથી માતાપિતાએ વધુ સજાગ રહેવાની જરૂર છે. પોતાના ગમતા કલાકારોને મળવા તથા તેમના જેવા બનવા માટે બાળકો કંઈ પણ કરવા તૈયાર થાય છે. આ જ ચસ્કો તેમને કંઈ પણ કરવા મજબૂર કરે છે.

આ તમામ બાળકીઓ સુરતાન કોસાડ આવાસમાં એક જ ઈમારતમાં રહેતી હતી. ચારેય બાળકીઓ બહેનપણી હતી. જેમની ઉંમર 12 વર્ષીય, 13 વર્ષીય અને 14 વર્ષ છે. ચારેય અલગ-અલગ સ્કૂલમાં અભ્યાસ કરે છે. દિલ્હી જવા માટે તેઓ ઘરેથી સ્કૂલે જવાનુ કહીને નીકળી હતી. ચારેય કિશોરીઓ સરદાર માર્કેટની સામેથી બસમાં દિલ્હીમાં જવા નીકળી હતી.

બાળીઓ સમયસર ઘરે ન પહોંચતા માતાપિતાએ શોધખોળ શરૂ કરી હતી. તેના બાદ પોલીસને જાણ કરી હતી. બીજી બાજુ, અમરોલી પોલીસ પણ સમાચાર જાણતા જ દોડતી થઈ હતી, અને ગણતરીના કલાકોમાં બાળકીઓને શોધી કાઢી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *