ખુલ્લેઆમ લૂંટફાટ / જુઓ દમણમાં મહાષ્ટ્રથી આવેલા પ્રવાસીઓને બીચ પર લૂંટી લેવાયા, લૂંટ બાદ કર્યું એવું કે….

ગુજરાત ટોપ ન્યૂઝ

સંઘપ્રદેશ દમણ (Daman) હવે પ્રવાસીઓ માટે સલામત નથી રહ્યું. દમણ ફરવા આવતા પ્રવાસી પર અવરનાવાર લૂંટની ઘટના બની રહેવાથી પર્યટકો અસલામતી અનુભવી રહ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રામ સેતુ બરિયાવર્ડ બીચ પાસે બે પ્રવાસીઓને છરીના ઘા ઝીંકી લૂંટી (crime news) લેવાયા છે.

મોટી દમણ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિશાલ પટેલે આ ઘટના વિશે જણાવ્યું કે, નટવરલાલ વાધેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી તે અને તેના મિત્રો મનોજ અને નિર્મલ સાથે મહારાષ્ટ્રના મલ્હારથી દમણ ફરવા માટે આવ્યા હતા. સવારે 7 થી 8 વાગ્યાની આસપાસ તેઓ બીચ પર ફરતા હતા, ત્યારે બે અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા હતા અને તેમને રોક્યા હતા. જેમાંથી એકે છરી કાઢીને પ્રવાસીના ગળા પાસે મૂકી દીધી હતી અને ગળામાં પહેરેલી સોનાની ચેન સહિત અન્ય પ્રવાસીઓ પાસેથી સોનું પડાવી લીધું હતું. તેમની પાસેથી 6000 રૂપિયાનો મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યો હતો.

લૂંટ કરાયા બાદ ત્રણેય પ્રવાસીઓને પાછળથી દોરડા વડે બાંધવામાં આવ્યા હતા. તેઓને ત્યાં રોકાવાનું કહેતાં લૂંટારુઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. બંને આરોપીઓ ગુજરાતીમાં વાત કરી રહ્યા હતા. સવારની ઘટના બની હોવાથી બીચ પર કોઈ પ્રકારની અવરજવર ન હતી. ત્યાર બાદ લોકો બીચ પર મોર્નિંગ વોક માટે આવવા લાગ્યા હતા. પ્રવાસીઓએ બીચ પરથી રોડ પર આવીને પોતાની નિરર્થકતા જણાવી. તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી.

મોટી દમણ કોસ્ટલ પોલીસના આવ્યા બાદ પ્રવાસીઓએ તેમની સંપૂર્ણ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે, બંને આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.