જેને જશોદા માની એ ‘જમ’ બની / સુરતમાં 8 માસના બાળકને હેવાન કેરટેકરે હવામાં ઉછાળી પલંગ પર પછાડ્યું, જુઓ આ ગંભીર ઇજા પણ પહોંચી : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

રાંદેર હિમગિરિ સોસા.ના શિક્ષકના ટવીન્સને સાચવવા રાખેલી કેરટેકરના કારસ્તાનથી બાળકની હાલત ગંભીર, બાળક રડતું હોવા છતાં મહિલા કેરટેકરને દયા ના આવી, ઊલટાનું વધુ પછાડવા સાથે લાફા ઝીંકવાનું શરુ કર્યું.

આજના જમાનામાં માતાપિતા બંને નોકરી કરતા હોય છે. મોંઘવારી અને ઘરની જરૂરિયાતોને પહોંચી વળવા બંનેએ નોકરી કરવી જરૂરી બની ગયુ છે. પરંતુ આવામાં ઘરના બાળકોને કેરટેકરના ભરોસે રાખવા પડે છે. કેરટેકરને બાળકને સોંપીને માતાપિતા બિન્દાસ્ત થઈ જતા હોય છે. પણ કેટલાક કેરટેકર બાળકો માટે રાક્ષસ બની જતા હોય છે. સુરતથી એક હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કેરટેકરે 8 મહિનાના માસુમ બાળકને નિર્દયી રીતે માર્યો હતો. જેને કારણે તેને બ્રેન હેમરેજ થયુ છે. ઘરમા લાગેલા સીસીટીવી કેમેરામાં કેરટેકરની હેવાનિયત કેદ થઈ ગઈ હતી.

રાંદેર પાલનપુર પાટિયા હીમગીરી સોસાયટીમાં એક શિક્ષક ગર્ભવતી બન્યા બાદ તેમને ટ્વીન્સ પેદા થયા હતા. 8 માસના બે ટ્વીન્સ માટે દંપતીએ કેરટેકર રાખી હતી. તેમનુ એક બાળક અચાનક બેહોશ થઈ ગયુ હતું, જેથી તેઓ તેને સારવાર માટે લઈ ગયા હતા. જ્યા બાળકને માથામાં ઈજા થઈ હોવાનુ ખૂલ્યુ હતું. બાળકને ઈજાથી બ્રેન હેમરેજ થઈ ગયુ હતું. આથી તેમણે ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જે જોઈને તેઓ ચોંકી ગયા હતા.

બાળકને સાચવવા રાખેલી કેરટેકરે 5 મિનિટ સુધી બાળકને માર મારીને તેના પર અત્યાચાર કર્યો હતો. દંપતીએ સુરતના સીંગણપોરમાં રહેતી કોમલ રવિ ચાંદલેકરને 3 હજારના પગારમાં કેરટેકર તરીકે રાખી હતી. કોમલે એક બાળકને 5 મિનિટ સુધી માર માર્યો હતો. બાળકને પલંગ પર 4 થી 5 વાર પછાડ્યો હતો. બાદમા તેના કાન આમળીને હવામાં ફંગોળ્યો હતો. જેથી બાળક બેહોશ થઈ ગયો હતો.

કેરટેકરની હેવાનિયત જાણી ગયેલા માતાપતિએ રાંદેર પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેરટેકર કોમલ સામે બાળકના હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડની તજવીજ કરી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/05/01-surat-chield-care-taker-harish1_1644035984/mp4/v360.mp4 )

બાળકના પિતા સ્કુલમાં શિક્ષક અને માતા આઈટીઆઈમાં ઈન્સ્ટ્રચર છે. જયારે આરોપી મહિલા કોમલનો પતિ પણ સ્કુલમાં નોકરી કરે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.