નવ વર્ષના માસુમ બાળકને શિક્ષકે એવો માર માર્યો કે મળ્યું દર્દનાક મોત, આ પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો

ટોપ ન્યૂઝ

આજના આધુનિક સમયમાં પણ કેટલીક જગ્યાઓએ એવી ઘટનાઓ બને છે કે જેના વિશે જાણીને એવું લાગે કે આપણે કઈ સદીમાં જીવીએ છીએ. આવી જ એક ગોજારી ઘટના રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાયલામાં બની હતી. સાયલા નજીકના સુરાના ગામમાં પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં એક પિતાએ ત્રીજા ધોરણમાં ભણતા તેના નવ વર્ષના બાળકના મોત બાબતે ફરિયાદ નોંધાવી હતી.

નવ વર્ષના બાળકનું મોત શિક્ષક દ્વારા ઢોર મારવા પછી થયું હતું. આ મામલે બાળકના પિતાએ એસસી એસટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે 40 વર્ષના શિક્ષકની ધરપકડ કરી છે. ફરિયાદ નોંધાવનાર પિતાનું કહેવું છે કે તેનો બાળક ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તેઓ દલિત પરિવારના હતા.

તેથી જ્યારે તેના નાનકડા દીકરાએ શાળામાં પીવાના પાણીના વાસણને સ્પર્શ કર્યો હતો તેના શિક્ષકે તેને એટલું માર માર્યો કે તેની હાલત ગંભીર થઈ ગઈ. શિક્ષક દ્વારા માર્યા પછી નવ વર્ષના વિદ્યાર્થી ઈન્દ્ર મેઘવાલ ની હાલત ખરાબ થઈ જતા તેને ઉદયપુર સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

અહીં પણ સારવાર કરવામાં આવી પરંતુ બાળકની હાલત વધારે ખરાબ થતી ગઈ. જેને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો. બાળકની સારવાર ત્રણ દિવસ માટે કરવામાં આવી અને આ સારવાર દરમિયાન જ તેનું મોત થયું. બાળકના પિતા નો આ રોગ છે કે તેને શિક્ષક દ્વારા એટલો બધો માર મારવામાં આવ્યો હતો કે તે ગંભીર હાલતમાં પહોંચી ગયો હતો.

બાળકની ભૂલ માત્ર એટલી હતી કે તેણે પીવાનું પાણી જે માટલામાં ભર્યું હોય તેને સ્પર્શ કર્યો હતો. આ વાતને લઈને શિક્ષકે તેને માર માર્યો અને તેનું મોત થયું. આ મામલે રાજસ્થાનના મુખ્યમંત્રી એ પણ ટ્વિટ કરી છે.

તેમણે કહ્યું છે કે આ મામલે ઝડપી તપાસ થશે અને દોષિતને કડકમાં કડક સજા મળે તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી આ સાથે જ તેમને મૃતકના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત પણ કરી છે.

મૃતક વિદ્યાર્થીના પિતાનો જણાવ્યા અનુસાર તેના દીકરાને ચહેરા અને કાન ઉપર ગંભીર ઇજાઓ થઈ હતી અને તે બેભાન થઈ ગયો હતો. તેને સૌથી પહેલા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યાંથી ઉદયપુરની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો. અહીં બાળકની એક અઠવાડિયા સુધી સારવાર થઈ પરંતુ તબિયતમાં સુધારો ન થતા તેને અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો. અમદાવાદ ખાતે બે દિવસની સારવાર પછી બાળકનું મૃત્યુ થયું..


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *