અરે બાપરે / સુરતના વેસુમાં રેસ્ટોરન્ટની આડમાં ધમધમી રહેલા હાઈપ્રોફાઈલ કપલ બોક્સ ઝડપાયા, જુઓ આ A.C ની ચિલ્ડ હવાથી સજ્જ કપાલબોક્સમાં શું છે?

ટોપ ન્યૂઝ સુરત

સુરત શહેરના વેસુ વિસ્તારમાં ધમધમી રહેલું કપલ બોક્સ ઝડપી પાડવામાં આવ્યું છે. શહેરના વેસુ વિસ્તારમાં કી & કા રેસ્ટોરન્ટની આડમાં ધમધમતું કપલ બોક્સ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, કેનાલ વોક સોંપર્સના બીજા માળે LCB ઝોન 3 દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

દરોડા પાડવાના આવતા 10 જેટલા કપલબોક્સ ઝડપી પાડવામાં આવ્યા હતા. રેસ્ટોરન્ટની આડમાં 10 જેટલા કપલબોક્સ ધમધમી રહ્યા હતા. હાલમાં રેસ્ટોરન્ટના માલિક અભિષેક ગોસ્વામીની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલમાં ઉમરા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પહેલા પણ અનેકવાર પોલીસ દ્વારા કપલ બોક્સ ઝડપી પાડવામાં આવ્યા છે. લોકોની પણ માંગણીઓ ઉઠી હતી કે, કપલ બોક્સ બંધ કરવામાં આવે ત્યારે ઘણા બધા કપલ બોક્સ બંધ થઇ ગયા હતા. ત્યારે રેસ્ટોરન્ટની આડમાં કપલ બોક્સ ઝડપી પાડવામાં આવ્યા છે.

જુઓ કપલ બોક્સમાં અંદર શું હોય છે?
દરેક કપલ બોક્સ એસીની ચીલ્ડ ઠંડકથી સજ્જ હોય છે. આજુબાજુના બોક્સની પ્રાઈવસી જળવાઈ રહે તે માટે દરેક બોક્સમાં દરવાજો હોય છે. આ દરવાજો અંદરથી બંધ થઈ શકે તેમ હોય છે. કપલ બોક્સની અંદર આછી-આછી રોશની અથવા લાઈટ બંધ હોય છે અથવા જે જગ્યા પર લાઈટ હોય છે તે નાઈટ લેમ્પથી વિશેષ હોતી નથી. બોક્સની અંદર સુઈ શકાય તે માટે બેડ કે સોફો પણ હોય છે. બાજુમાં રહેલાં બોક્સનો અવાજ ન સંભળાય તે માટે હાઈ વોલ્યુમ પર સતત લવ સોન્ગ વાગતા હોય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.