આલે લે તારે ‘રંગમાં ભંગ પડ્યો’ / કુરીયરની ઓફીસમાં ધમધમી રહેલા જુગારધામ પર અચાનક પોલીસ ત્રાટકી, જુઓ 14 શકુનીઓની ધરપકડ કરીને પોલીસે કેવા હાલ કર્યા એ…

ટોપ ન્યૂઝ સુરત

શહેરમાં અવારનવાર અનેક જુગારધામો(Gambling) પર પોલીસ ત્રાટકે છે અને જુગારીઓને પકડી પડે છે ત્યારે અવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે. સુરતમાં આવેલ ઉધના(Udhana) વિસ્તારની અંદર સાશ્વત કોમ્પલેક્ષના બીજા માળે કુરીયરની ઓફીસ(Courier office)ને અંદરથી બંધ કરી જુગાર રમવામાં આવી રહ્યો હતો. પોલીસ બાતમીના આધારે આ જુગારધામ પર ત્રાટકી હતી અને 14 જેટલા જુગારીઓને ઉધના પોલીસે ઝડપી પડ્યા છે. મસ્ત મજાના ચાલતા જુગાર ધામ પર ઉધના પોલીસે દરોડા પડી તમામ લોકોની બાજી બગાડી નાખી હતી.

પોલિસે રોકડા રૂ.1.4 લાખ અને 13 મોબાઈલ ફોન મળી કુલ રૂ.2.2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે ઉધના પોલીસે ગુરુવારે સાંજે સાશ્વત કોમ્પલેક્ષના બીજા માળે આવેલ દુકાન નં.S/12 ફેન્ડસ કુરીયરની અંદર બંધ દુકાનમાં છાપો મારી જુગાર રમતા કુરીયર સંચાલક સહિત 14 ને રંગે હાથે ઝડપી લીધા હતા.

પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.1,03,960 અને રૂ.98 હજારની કિંમતના 13 મોબાઈલ ફોન મળી કુલ રૂ.2,01,960 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝુગાર ધામમાં ઝડપાયેલા લોકો માં કુરીયરનું કામ કરનારા, શાકભાજીના વેપારીઓ, ટિફિન પાર્સલ સર્વિસ સાથે સંકળાયેલા લોકો , એમ્બ્રોઇડરીના વેપારી અને શ્રમજીવીઓ શામિલ છે. મસ્ત મજાના ચાલતા જુગાર ધામ પર ઉધના પોલીસે દરોડા પાડતા રંગમાં ભંગ પડ્યો હતો.

(વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=1107111983364535 )

મસ્ત મજાના ચાલતા જુગાર ધામ પર ઉધના પોલીસે દરોડા પડી તમામ લોકોની બાજી બગાડી નાખી હતી. પોલીસના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે ઉધના પોલીસે ગુરુવારે સાંજે સાશ્વત કોમ્પલેક્ષના બીજા માળે આવેલ દુકાન નં.S/12 ફેન્ડસ કુરીયરની અંદર બંધ દુકાનમાં છાપો મારી જુગાર રમતા કુરીયર સંચાલક સહિત 14 ને રંગે હાથે ઝડપી લીધા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.