શું આ છે સંસ્કારી નગરીના સંસ્કાર? / જાહેરમાં ગલીના ગુંડાની જેમ મારામારી કરી રહેલા આ વડોદરાની MS યુનિવર્સીટીના સ્ટુડન્ટો છે, જુઓ આ બાબતે ધબાધબી બોલી : જુઓ મારામારીનો વિડિઓ

ટોપ ન્યૂઝ વડોદરા

વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીના મામલે ચાર લોકો સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. મારામારીની આ ઘટના એક વિદ્યાર્થીએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી. આગામી દિવસોમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ઘટનાએ ચકચાર જગાવી છે. ( મારામારીના LIVE દ્રશ્યો નીચે આપેલા છે )

એમ.એસ. યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા હર્ષ શૈવે ફરિયાદમાં જણાવ્યું છે કે તે ગત સાંજે એમ.એસ.યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા મોટા ભાઇ ધનંજયની સાથે કોમર્સ ફેકલ્ટી પાસે આવેલ કેન્ટીમાં ચા પીવા માટે ઉભા હતા.

આ દરમિયાન તેમની સાથે NSUIના નેતા વ્રજ પટેલ પણ હાજર હતા. દરમિયાન કેન્ટીનમાં કરણ પટેલ અને તેના મિત્રો તૃશેન દેશમુખ, શિવમ અને શાહિદ શેખ આવ્યા હતા. આ ચારેય NSUIના નેતા વ્રજ પટેલને પૂછવા લાગ્યા હતા કે હર્ષ ક્યા છે? હર્ષ ત્યાં જ હાજર હોવાથી કરણ સહિતના ચાર સાથીદારોએ તેને પકડી લીધો હતો અને અપશબ્દો કહેવા લાગ્યા હતા. ( વિડિઓ નીચે આપેલો છે )

તેમજ તું કેમ એ.એસ.યુ. ગ્રૃપનો પ્રચાર કરે છે તેમ કહી ગડદા પાટુંનો મારમાર્યો હતો. જેથી હર્ષને બચાવવા માટે તેનો ભાઇ ધનંજય વચ્ચે પડ્યો હતો. જેથી કરણ અને તેના સાથીદારોએ ધનંજયને પણ માર માર્યો હતો. સમગ્ર મામલે બુમાબુમ થતાં યુનિવર્સિટીની વિજિલન્સની ટીમ દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો.

મારામારીની ઘટનામાં ઇજાઓ થતાં હર્ષ શૈવે કરણ પટેલ, તૃષેશ દેશમુખ, શિવમ અને શાહિદ શેખ સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે આ મામલે ચકચાર મચાવી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/07/28/07-vadodara-live-maramari-sunil_1658999301/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *