કપાતર દીકરો / માં-બાપનો પ્રેમ અને સંસ્કાર ન મળતા દાનવ બન્યો દીકરો, જુઓ નય જેવી બાબતમાં પોતાના જ માતા-પિતા સાથે કર્યું એવું કૃત્ય કે જાણીને તમારું લોહી ઉકળશે

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

અવારનવાર હત્યાના કેસો સામે આવતા રહેતા હોય છે. ત્યારે હાલમાં જ છત્તીસગઢના(Chhattisgarh) સુરગુજા જિલ્લાના ઉદયપુર(Udaipur) પોલીસ સ્ટેશન હેઠળના ખોધાલા ગામમાં ડબલ મર્ડરનો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સગીર પુત્રએ તેના જ માતા-પિતાની હત્યા કરી લાશને ઘરમાં જ દાટી દીધી હતી.

પરિવારના સભ્યો લાડ-પ્યાર કરતા નહોતા
હાલ તો ઉદેપુર પોલીસે સગીર પુત્રને કસ્ટડીમાં લીધો છે. પૂછપરછ દરમિયાન, સગીરે જણાવ્યું હતું કે પરિવારના સભ્યો તેને પ્રેમ નહોતા કરતા, જેના કારણે સગીર તેના માતા-પિતા સાથે ખૂબ જ ચીડચીડો રહેતો હતો. તેથી જ સગીરે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. મૃતકનું નામ જયરામ સિંહ (50) વર્ષ અને ફુલસુંદરી બાઈ (45) જણાવવામાં આવી રહ્યું છે.

જમીન ખોદીને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા
હત્યાના લગભગ 5 દિવસ પછી મૃતકના ભાઈએ ઉદયપુર પોલીસ સ્ટેશનને જાણ કરી, ત્યારબાદ ઉદેપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. 5 દિવસ પહેલા મૃતદેહને દફનાવવામાં આવ્યો હોવાના કારણે ફોરેન્સિક એક્સપર્ટ અને મેજિસ્ટ્રેટની ટીમ ઉદયપુર પહોંચ્યા બાદ પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી અને કાર્યવાહી બાદ સગીરના માતા-પિતાનો મૃતદેહ જમીન ખોદીને બહાર કાઢવામાં આવ્યો હતો.

હત્યાકાંડના કારણે ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું
મૃતકોના મૃતદેહને ફોરેન્સિક નિષ્ણાત ટીમ અને મેજિસ્ટ્રેટની સામે બહાર કાઢીને આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવ્યા છે. આ હત્યાકાંડ બાદ ઘોઘાળા ગામમાં હાહાકાર મચી ગયો હતો. તેમજ એક સાથે બે લોકોના મોતથી ગામમાં શોકનું વાતાવરણ સર્જાયું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.