હાલ એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિના ઘરે 60માં બાળકનો જન્મ થયો છે. ખાસ વાત તો એ છે કે, વર્ષ 2023 ના પહેલા જ દિવસે આ વ્યક્તિની પત્નીએ 60માં બાળકને જન્મ આપ્યો છે. આ અંગે વ્યક્તિએ જણાવ્યું છે કે, તેનો હેતુ 100 બાળકો પેદા કરવાનો છે.
50 વર્ષીય સરદાર હાજી જાન મોહમ્મદને ત્રણ પત્નીઓ છે. તેમજ આ ત્રણ પત્નીઓથી અત્યાર સુધી જન્મેલા 60 બાળકોમાંથી પાંચ બાળકો મૃત્યુ પામ્યા હતા, એટલે કે હાલ હાજીના કુલ 55 બાળકો છે. નોંધનીય છે કે જાન મોહમ્મદ ત્રણે પત્નીઓ તેમજ બાળકો સાથે એક જ ઘરમાં રહે છે.
મળતી માહિતી અનુસાર, જાન મોહમ્મદ વ્યવસાયે ડોક્ટર છે. તેમજ તેમનું પોતાનું ક્લિનિક છે. તેઓને ત્રણ પત્ની હોવા છતાં પણ હાલ તેઓ ચોથી પત્નીની શોધ કરી રહ્યા છે. આ અંગે જાન મોહમ્મદએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેનું લક્ષ્ય 100 બાળકોના પિતા બનવાનું છે.
આ સાથે જ જાન મોહમ્મદ વધુમાં જણાવે છે કે, જો અલ્લાહ ઇચ્છશે તો તેને વધુ બાળકો થશે. તેના માટે તે ચોથી વાર લગ્ન કરવાનું વિચારી રહ્યો છે. તેના મિત્રો પણ તેને છોકરી શોધવામાં મદદ કરી રહ્યા છે. તેમજ હવે ઉંમર વધતી હોવાથી તેના ચોથા લગ્ન જલ્દી થઈ જાય તેવી તે પ્રાર્થના કરી રહ્યો છે.
જાન મોહમ્મદને તેના તમામ બાળકોને નામ યાદ છે. તેના કેટલાક બાળકોની ઉંમર 20 વર્ષથી વધુ છે, પરંતુ હજુ સુધી તેમના બાળકોમાંથી એક પણ બાળકના લગ્ન થયા નથી, કારણ કે હજુ તેમનો અભ્યાસ અધૂરો છે. તેમજ તેના ઘરમાં દીકરાઓ ઓછા અને દીકરીઓ વધારે છે. બાળકો પેદા કરવાના મામલે તેની પત્નીઓ પણ તેના જેવું જ વિચારે છે.
આ સિવાય જ્યારે જાન મોહમ્મદને આટલા મોટા પરિવારના ખર્ચા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, તે કોઈ મોટા બિઝનેસમેન નથી, પરંતુ તેમના ક્લિનિક દ્વારા તેમના ઘરનો તમામ ખર્ચ ઉઠાવી લે છે.
વધુમાં તેમણે જણાવ્યું છે કે શરૂઆતના સમયમાં ખર્ચને લઈને કોઈ સમસ્યા ન હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી વધતી જતી મોંઘવારીને કારણે હાલ તેમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટના પાકિસ્તાનના બલૂચિસ્તાનના ક્વેટા શહેરની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો