કેટલી બબાલ કરશો દૂધ માટે? શું માલધારીઓના આંદોલનથી ગુજરાતમાં દૂધ ખૂટી પડ્યું? જાણો હાલની સ્થિતિનો ગ્રાઉન્ડ રિપોર્ટ

ગુજરાત ટોપ ન્યૂઝ

રાજ્યભરમાં માલધારીઓ હાલ આક્રમક મૂડમા છે. 11 પડતર માગણીઓ ઉકેલવાની ચીમકી સાથે માલધારીઓએ આજે બંધ પાળ્યું છે. 21 સપ્ટેમ્બરે ગુજરાતભરમાં દૂધ હડતાળ જદાહેર કરી છે. આ સાથે જ માલધારીઓએ ઉગ્ર નિર્ણય લઈને ડેરીઓમાં આજે દૂધ આપ્યુ નથી. જેથી મંગળવાર રાતથી ગુજરાતભરમાં દૂધનો સ્ટોક ખૂટી પડ્યો છે.

અનેક શહેરોમાં દૂધ ખૂટી પડ્યું છે. સુરતમાં સ્થિતિ એવી છે કે, સુમુલ ડેરી પર દૂધ લેવા રાતથી લાંબી લાઈનો પડી છે. લોકો દૂધ માટે કલાક સુધી લાઈનોમાં ઉભા રહ્યા. આ માટે દૂધ પાર્લર બહાર બાઉન્સરો મૂકવા પડ્યા છે. તો રાજકોટમાં દૂધની દુકાનમાં તોડફોડની ઘટના બની છે.

માલધારીઓના દૂધ નહિ ભરવાના આંદોલનને કારણે આજે સવારથી ગુજરાતીઓઓ દૂધ શોધતા નજરે ચડ્યા હતા. દૂધ કેન્દ્રો તેમજ અમુલ પાર્લર અને કરિયાણાની દુકાનોમાં પણ દૂધ નહીં મળતા લોકો અકળાયા છે. તો અનેક શહેરોમાં માલધારીઓએ દૂધને ડેરી સુધી ન પહોંચાડીને શ્વાનને પીવડાવું દીધુ છે.

રાજકોટના એરપોર્ટ રોડ પર દૂધની દુકાનમાં તોડફોડ કરાઈ છે. કેટલાક અજાણ્યા શખ્સોએ આવીને દૂધ માટે તોડફોડ કરી હતી. માલધારી સમાજે આજે દૂધ વેચાણ પર મનાઈ ફરમાવી હતી. આ વચ્ચે રાજકોટ ડેરીના આઉટલેટ પર દૂધ વેચવામાં આવી રહ્યું હતું. 15 જેટલા અજાણ્યા શખ્સોએ દૂધની થેલીઓ દુકાનમાંથી કાઢી ઢોળી નાંખી હતી.

દૂધની થેલીઓમાંથી કેરેટમાં દૂધ એકત્ર કરી છાશ નાખી દેતા વેપારીને નુકસાન થયું છે. આ કારણે દૂધની ખરીદી કરવા આવતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. તો સુરતમાં પણ અસામાજિક તત્વો દ્વારા દૂધ વહાનમાં તોડફોડ કરવામાં આવી. આથી સુમુલ ડેરીએ નિવેદનમાં કહ્યું કે, તમામ શહેરીજનોને જણાવવાનું કે સુમુલ ડેરી દ્વારા તમામ એરિયામાં રાબેતા મુજબ દૂધ આવશે.

અનિચ્છય તત્વો સામે પોલીસ પ્રોટેક્શન સાથે દૂધ તમામ એરિયામાં જશે જેની નોંધ લેવા વિનંતી. સુરતમા સુમુલ ડેરી પર દૂઘ લેવા પડાપડી જોવા મળી. જેથી દૂધ પાર્લરની બહાર બાઉન્સર્સ મૂકવાની જરૂર પડી છે. સુરતમાં માલધારી સમાજનો ઉગ્ર વિરોધ જોવા મળશે.

તાપી નદીમાં દૂધના કેન ખાલી કરવામાં આવશે. દૂધ તાપી નદીમાં ખાલી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. 30 થી 40 માલધારીઓ નાવડી ઓવરા ખાતે વિરોધ દર્શાવશે, અને 300 લીટર દૂધ તાપી નદીમાં ઢોળશે. જોકે, આનાથી નદી પ્રદૂષિત થશે.

અમદાવાદમાં માલધારી સમાજ દ્વારા એક દિવસ દુધ બંધ પ્રતીક હડતાળના પ્રતીકાત્મક વિરોધ રૂપે જરૂરિયાતવાળા અને શ્વાનને દૂધ પીવડાવી દેવાયું છે. તો વડોદરા માલધારી સમાજનો ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવાની માંગ સાથે છુટક દુધ વેચાણ દુકાનો બંધ રાખવામાં આવી.

માલધારી સમાજે દુધ શ્વાનને પીવડાવી વિરોધ દર્શાવ્યો. વડોદરા શહેરની અંદાજીત ૪ હજાર જેટલી દુકાનો બંધ રાખવામાં આવી છે. એક દુકાનનું 1500 લીટર દૂધનું વેચાણ બંધ રખાશે. હિંમતનગર શહેરની રાયકનાગર દૂધ મંડળીમાં એક પણ સભાસદ દૂધ ભરવા આવ્યો ન હતો. માલધારી સમાજની દૂધ ડેરીઓમાં સ્વયંભૂ દૂધ બંધ જોવા મળ્યો. તો મોરબીમાં આજે માલધારીઓ દૂધનું વિતરણ નહીં કરે.

સરકારી, સહકારી કે ખાનગી ડેરીમાં માલધારીઓ દૂધ નહીં ભરે. ઘરે-ઘરે પણ માલધારીઓ દૂધ આપવા માટે જશે નહીં. માલધારી સમાજના લોકોએ સૂત્રોચ્ચાર કર્યા. અંદાજે 2 લાખ લીટરથી વધુ દૂધનો સપ્લાય બંધ રહેશે..


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.