જે યુવતી જેની સાથે 6 વર્ષ પ્રેમ સંબંધમાં રહી અને ‘I Love You’ કહ્યું તે યુવક સાથે નીકળ્યા એવા સબંધ કે જાણીને તમને ચક્કર આવી જશે

ટોપ ન્યૂઝ

ડીએનએ પણ ખુબ જ કમાલની વસ્તુ છે. તે મોટા મોટા પેચીદા મામલાઓના મોટા મોટા રહસ્યોનો પર્દાફાશ કરી ચૂક્યું છે. આ ઉપરાંત હવે લોકો પોતાના માતા પિતા કે ભાઈ બહેનની જાણકારી માટે પણ મસ્તીમાં ડીએનએ ટેસ્ટ કરાવે છે. પરંતુ ઘણીવાર તે એવા પરિણામ આપે છે કે પગ નીચેથી જમીન સરકી જાય.

આવું જ કઈંક અમેરિકાના એક કપલ સાથે થયું. અહીં એક યુવક અને એક યુવતી 6 વર્ષથી સંબંધમાં હતા. પરંતુ અચાનક એવા સત્યનો પર્દાફાશ થયો કે જાણીને હોશ ઉડી ગયા. ડીએનએ ટેસ્ટ બાદ બંને ભાઈ બહેન નીકળ્યા. ત્યારબાદ યુવતીએ પોતાનો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો.

યુવતીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે મારી ઉંમર 30 વર્ષ છે. મારો સંબંધ લાંબા સમયથી 32 વર્ષના એક યુવક સાથે હતો. પરંતુ મને હાલમાં જ ખબર પડી કે જેની સાથે રિલેશનશીપમાં હતી તે મારો બાયોલોજીકલ ભાઈ છે. હવે મને ખુબ જ અજીબ લાગી રહ્યું છે. યુવતી કહે છે કે મને બાળપણમાં દત્તક લેવામાં આવી હતી.

જો કે મને તેની જાણકારી 5-6 વર્ષ બાદ મળી. યુવતીના બોયફ્રેન્ડે જણાવ્યું કે તેને પણ કોઈએ દત્તક લીધો હતો. આથી બંને નજીક આવ્યા. યુવતીનું કહેવું છે કે અમને બંનેને હાઈ સ્કૂલમાં જ પોતાના એડોપ્શન અંગે જાણકારી મળી હતી. યુવતીનું કહેવું છે કે DNA ટેસ્ટથી તેમના અને તેમના બોયફ્રેન્ડના અસલ સંબંધની જાણકારી મળી. પહેલા તો હું સ્તબ્ધ થઈ ગઈ.

પરંતુ ત્યારબાદ મે આ અંગે બોયફ્રેન્ડને હજું જણાવ્યું નથી. તે આગળ પણ તેને જણાવવા ઈચ્છતી નથી. યુવતી પ્રાર્થના કરી રહી છે કે આ રિપોર્ટ ખોટો હોય. તેઓ બંને જલદી ફરીથી ટેસ્ટ કરાવવા ઈચ્છે છે.

યુવતીએ પોસ્ટમાં જણાવ્યું કે આ અગાઉ તે આટલી જલદી કોઈની પણ નીકટ આવી નહતી. યુવતીને લાગે છે કે ભાઈ હોવાના કારણે તે યુવતી તેની સાથે ખુબ કમ્ફર્ટેબલ હતી. તેણે જણાવ્યું કે બંને સાથે વર્ષગાઠ ઉજવતા રહ્યા અને એક બીજાને ‘I love you’ પણ કહેતા રહ્યા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.