ટિમ ઈન્ડિયાને મોટો ઝટકો / અ’વાદમાં વે.ઈન્ડિઝ વિરુદ્ધ વનડે સિરીઝ પહેલા ટિમ ઇન્ડિયાના 8 ધુંવાધાર ખેલાડી કોરોના પોઝીટીવ, જુઓ પછી આ ખાતરનાખ ખેલાડીની એન્ટ્રી થઇ

ટોપ ન્યૂઝ સ્પોર્ટ્સ

BCCIની મેડિકલ ટીમ સ્થિતિ પર નજર રાખી રહી છે, બોર્ડ ખેલાડીઓના રિપ્લેસમેન્ટ અંગેની જાહેરાત કરી શકે છે, ઓલરાઉન્ડર શાહરુખ ખાન અને લેગ સ્પિનર સાઈ કિશોર સ્ટેન્ડબાય છે.

વેસ્ટઈન્ડિઝ સામે 6 ફેબ્રુઆરીથી શરૂ થનારી વનડે સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્પોર્ટસ્ટારના સમાચાર મુજબ ભારતીય ક્રિકેટ ટીમના 8 ખેલાડી કોરોના પોઝિટિવ થયા છે. આ ખેલાડીઓમાંથી શિખર ધવન, રુતુરાજ ગાયકવાડ અને શ્રેયસ અય્યરના નામ સામે આવ્યા છે. આ ખેલાડીઓ કોરોના સંક્રમિત થતા મયંક અગ્રવાલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

હાલ આખી ટીમ આઈસોલેશનમાં છે. BCCIની મેડિકલ ટીમ સ્થિતિ પર નજર રાખી રહી છે અને બોર્ડ ટૂંક સમયમાં જ ખેલાડીઓના રિપ્લેસમેન્ટ અંગેની જાહેરાત કરી શકે છે. હાલ ટીમ ઈન્ડિયા અમદાવાદમાં છે જ્યાં તેઓ પહેલી વનડે રવિવારે 6 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે.

ધવન સહિત અનેક ખેલાડીઓ કોરોના પોઝિટિવ
બીસીસીઆઈએ પ્રેસ રિલીઝ બહાર પાડીને જણાવ્યું છે કે ઓપનિંગ બેટર શિખર ધવન અને ફાસ્ટ બોલર નવદીપ સૈની (સ્ટેન્ડબાય ખેલાડી)નો સોમવારે 31 જાન્યુઆરીએ આરટી પીસીઆર ટેસ્ટતયો હતો. જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બેટર ઋતુરાજ ગાયકવાડનો સોમવારે કોરોના ટેસ્ટ થયો હતો. જેમાં તે નેગેટિવ હતો પરંતુ મંગળવારે બીજા રાઉન્ડમાં તે પોઝિટિવ નીકળ્યો.

બીસીસીઆઈ વધુમાં જણાવ્યું કે બેટર શ્રેયસ ઐય્યરનો 2 ફેબ્રુઆરીએ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે પહેલા બંને રાઉન્ડના આરટી પીસીઆર ટેસ્ટમાં તે નેગેટિવ આવ્યો હતો. બીસીસીઆઈની મેડિકલ ટીમ કોવિડ-19ના આ કેસને સંભાળી રહી છે અને સંપૂર્ણ રીતે ઠીક થાય ત્યાં સુધીમાં આ ખેલાડી અને સપોર્ટ સ્ટાફના સભ્યો આઈસોલેશનમાં રહેશે. બીસીસીઆઈએ મયંક અગ્રવાલને ઓપનર તરીકે ટીમમાં સામેલ કર્યો છે.

BCCI નો નવો પેંતરો
ઓપનિંગ બેટર શિખર ધવન, રિઝર્વ ઓપરનિંગ બેટર ઋતુરાજ ગાયકવાડ, મિડલ ઓર્ડર બેટર શ્રેયસ ઐય્યર અને ફાસ્ટ બોલર નવદીપ સૈની કોરોના પોઝિટિવ થયા છે. ટીમ ઈન્ડિયાના બે ઓપનર્સ કોરોના પોઝિટિવ થયા બાદ એક અત્યંત જોખમી બેટરને અચાનક ટીમ ઈન્ડિયામાં સામેલ કરાયો છે.

અચાનક ટીમ ઈન્ડિયામાં સામેલ થયો આ ખતરનાક ખેલાડી
BCCI એ નવો પેંતરો અજમાવતા અચાનક મયંક અગ્રવાલને ભારતીય ટીમ સાથે જોડ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ મર્યાદિત ઓવરોની સિરીઝ રમવા માટે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને 31 જાન્યુઆરીએ અમદાવાદમાં રિપોર્ટ કરવાનું કહેવાયું હતું. ત્યારબાદ તમામનો આરટી પીસીઆર ટેસ્ટ થયો અને ઘરેથી નીકળતા પહેલા પણ તમામને આરટી પીસીઆર ટેસ્ટ કરાવવાનું કહેવાયું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *