સુરતના સણીયા-હેમાદ વિસ્તારમાં રહેતી મહિલાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બાંધનાર પુણાગામના બિલ્ડર વિરુદ્ધ પોલીસે આ મોટી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી.
સમાજ માં ફરતા લફરેબાજ કોઈના કોઈ બહાના હેઠળ મહિલાઓનો શિકાર કરતા ચૂકતા નથી મહિલાઓને માત્ર શરીર સુખનું સાધન ગણીને વાસના સંતોષવા મહિલાને પટાવવા કામયાબી મેળવતા હોય છે…પત્ની હોવા છતાં બીજે ઘરે ફાંફા મારતા અંતે ભોલીભાળી ગણાતી મહિલાઓ છેતરપિંડી ના ભોગ બની ને સર્વસ્વ લૂંટાવી ને લૂંટાઈ જાય છે અને અંતે પોલીસનું બારણું ખખડાવી ન્યાયની માંગ કરતા કિસ્સાઓ હાલ વધુ બની રહ્યા છે જે સમાજ માટે લાલબત્તી સમાન છે.
બિલ્ડર વિરુદ્ધ મહિલાની ફરિયાદ : સુરતના સણીયા-હેમાદ વિસ્તારમાં રહેતી મહિલાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી અવર નવાર શરીર સંબંધ બાંધનાર પુણાગામના બિલ્ડર વિરુદ્ધ પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં પણ પરિણીત હોવાનું છુપાવનાર બિલ્ડરે મહિલા સાથે લિવ ઈન રિલેશનના કરાર પણ બનાવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.
બિલ્ડરે કહ્યું;’ પત્ની મને ગમતી નથી’
બિલ્ડર મહિલા સાથે અવાર-નવાર ફાર્મ હાઉસ તથા હોટલોમાં જઈ શારીરિક સબંધ બાંધનાર પરિણીત હોવાનો ભાંડો ફૂટતા, ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ઘરે આવી ઢોર માર માર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ તરછોડાયેલી મહિલાએ પોલીસ ન્યાય માટે પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે. બિલ્ડર સંજય બાબુ પોકળ સામે બળાત્કારની ફરિયાદ નોધવામાં આવી છે. સણીયા હેમાદ વિસ્તારમાં રહેતી 40 વર્ષીયની મહિલાની ફરિયાદ બાદ કાયદેસર ની કાર્યવાહી શરૂ કરાઇ છે.
ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું હતું કે તેના પતિ સાથે છુટાછેડા થઈ ગયા છે. પોતે ઘરમાં સાડી વર્કનું કામ કરી પરિવારમાં 16 વષનો દીકરો અને 12 વર્ષની દીકરીનું ભરણપોષણ કરે છે. મહિલા ત્રણ વર્ષ પહેલા બિલ્ડર સંજયની બાજુની સોસાયટીમાં ભાડેથી રહેતી હતી. ત્યારે સંજય પોતે સોસાયટીનો પ્રમુખ હોવાથી અવાર નવાર ઘરે આવી મિત્રતા કેળવી હતી. ત્યારબાદ પોતે અપરણીત હોવાનુ કહી પ્રેમજાળમાં ફસાવી લગન્ કરવાની લાલચ આપી અવાર નવાર ઘરે, તેના મિત્રના ફાર્મ હાઉસમાં તેમજ ડુમસની હોટલમાં લઈ જઈ શારીરિક સબંધ બાંધ્યા હતા.
બિલ્ડરે લીવ ઈનના કરાર કરેલા
મહિલાએ પુણાગામથી ઘર ખાલી કરી સણીયા હેમાદ ખાતે ફ્લેટમાં રહેવા માટે ગઈ હતી ત્યારે ફલેટમાં બંને જણા પતિ-પત્નીની જેમ પુજાના હવનમાં બેઠા હતા. આ ઉપરાંત તમામ પ્રસંગોમાં પતિ-પત્નીની જેમ સાથે રહ્યા હતા. દરમ્યાન સંજયની પત્નીને પતિના લફરાની જાણ થઈ ગઈ હતી.
બીજી તરફ પરિણીતાને પણ ખબર પડી ગઈ કે સંજય પરણીત છે અને તેને પણ બે સંતાનનો પિતા છે. ત્યારે સંજયએ પોતાના બચાવમાં પત્ની ગમતી નથી છુટાછેડા આપી દેવાના છે તેમ કહી લીવ ઈન રિલેશનનો કરાર બનાવ્યો હતો.થોડા દિવસો બાદ સંજય ચીક્કાર દારૂ પીધેલી હાલતમાં મહિલાના ઘરે આવી તેણીને બાળકોની સામે ઢોર માર માર્યો હતો. સંતાનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી પરિણીતાને તરછોડી દીધી હતી. ભોગ બનનાર પરિણીતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સંજય પોકળની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!