માં મોગલનો ચમત્કાર / માં મોગલની માનતા રાખી અને થયો એવો ચમત્કાર કે ખોવાયેલી આ કિંમતી વસ્તુ મળી આવી, તો યુગલ મણીધરબાપુ પાસે ગયું તો ત્યાં થયું એવું કે….

ધર્મ

ભાવનગરના જિલ્લાના તળાજા તાલુકામાં પ્રકૃતિના ખોળે એક નાનકડું એવું ગામ ભગુડા આવેલું છે. લીલી છમ પ્રકૃતિ ના ખોળે છલકાતા ભગુડા ગામમાં સાક્ષર માં મોગલ બિરાજમાન છે. આ ગામમાં લગભગ તમામ જ્ઞાતિના લોકો માં મોગલ ના દરબારમાં માણતા માનવા આવે છે અને માં મોગલ તેમની દરેક મનોકામના પૂરી કરે છે.

માં મોગલ ને અઢારે વરણની માં કહેવામાં આવે છે. માં મોગલ પોતાના બાળકોનું દુઃખ ક્યારેય જોઈ શકતી નથી. આજે અમે તમને માં મોગલના એક અનોખા પરચા વિશે જાણવા જઈ રહ્યા છીએ. એક યુવતી પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે 20 હજાર રૂપિયા રોકડ લઈને માં મોગલના ધામમાં આવી પહોંચે છે. અને મોગલ ધામમાં આવીને માં મોગલ ના આશીર્વાદ લેે છે.

વર્ષોથી માં મોગલની સેવા કરતા મણિધર બાપુના પણ આશીર્વાદ લે છે. માં મોગલના ધામમાં બિરાજમાન મણિધર બાપુ કહે છે કે બેટા તે સુ માનતા મણિ હતી? યુવતી જવાબમાં કહે છે કે, મારી બુટ્ટી ઘણા સમયથી ખોવાઈ ગઈ હતી. ઘણા પ્રયત્ન કરવા છતાં પણ ન મળતા આખરે મેં માં મોગલની માનતા રાખી હતી.

યુવતી આગળ કહે છે કે માનતા રાખ્યા ના થોડા સમય પછી સોનાની બુટ્ટી મળતાની સાથે માં મોગલ ની માનતા પૂરી કરવા માટે અહીં આવી છું. પછી તે યુવતીએ બાપુને 20 હજાર રોકડા આપ્યા.

મણિધર બાપુએ મહિલાને કહ્યું કે માં મોગલ એ તારી માનતા સ્વીકારી છે અને તે પછી મણિધર બાપુએ તેમાં એક રૂપિયો ઉમેરીને કહ્યું કે આ પૈસા તું તારી દીકરીને આપી દેજે. માતાજી મોગલ રાજી થઈ જશે. માં મોગલ ના ધામમાં પૈસા કે ભેટ સોગાત સ્વીકારવામાં આવતી નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.