જો માં મોગલ પર સાચી શ્રદ્ધા અને વિશ્વાસ અને આસ્થા રાખવામાં આવે તો, મા મોગલ પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. માં મોગલના પરચા અપરંપાર રહ્યા છે. દુનિયાના ખૂણે ખૂણે તેમને પોતાના ચમત્કાર બતાવ્યા છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.
જે પણ ભક્ત માં મોગલ ના ધામમાં આવીને સાચા દિલથી તેમની સેવા પૂજા કરે છે માં મોગલ તેમની દરેક સમસ્યાઓ દૂર કરે છે. માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે. આજે અમે તમને માં મોગલના એક એવા જ ચમત્કાર વિશે વાત કરીશું.
એક વ્યક્તિ પોતાની માનેલી માનતા ને પૂરી કરવા માટે કબરાઉ માં આવેલ માં મોગલ ધામની આવી પહોંચ્યો હતો. કબરાઉ ધામ માં વર્ષો થી મણીધર બાપુ સાક્ષાત બિરાજમાન છે અને માં મોગલની સેવા કરે છે. તે વ્યકતિ મોગલ ધામમાં આવીને માં મોગલના ચરણો માં 15550 રૂપિયા અર્પણ કરે છે.
મોગલ ધામમાં બિરાજમાન મણીધર બાપુએ તે વ્યક્તિને આશીર્વાદ આપ્યા અને પૂછ્યું કે દીકરા તે શેની માનતા રાખી હતી, ત્યારે યુવકે કહ્યું કે મેં મારા ધંધા ને લઈને માં મોગલ ની માનતા રાખી હતી અને મા મોગલ ની ઉપર સાચા દિલથી વિશ્વાસ રાખ્યો હતો. માનતા રાખ્યા ના થોડા જ સમયમાં મારા ધંધામા ખૂબ જ વધારે પ્રગતિ થઈ હતી.
માં મોગલ એ મારી માતાને સ્વીકારી હતી અને મારી માનતા ને પૂરી કરી હતી. તેથી હું માં મોગલ ની માનતા ને પૂરી કરવા માટે અહીંયા આવ્યો છું. મણિધર બાપુએ તે વ્યકતીના પૈસા પાછા આપીને કીધું કે અહીંયા કોઈપણ જાતની દાન ભેટ કે સોગાત સ્વીકારવામાં આવતી નથી. માં મોગલ તો બસ ભાવના ભૂખ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!