ભક્તો સાદ કરે અને મદદ કરવા દોડી આવે એનું નામ મોગલ માં. તેમના દર્શન માત્ર થી ભક્તો ધન્યતા અનુભવે છે.સાંભળ્યું જ હશે કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવાથી ભક્તો ની બધી મનોકામના પૂર્ણ થાય છે. તેથી ભક્તો પણ જયારે પોતાના જીવન માં દુ:ખ આવે ત્યારે માં મોગલ ને અચૂક યાદ કરે છે.
માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે. ત્યારે હાલ આપણે માં મોગલના એવા જ એક પરચા વિષે વાત કરવા જઈ રહ્યા છીએ…કહેવાય છે કે માં મોગલ નું નામ લેવા માત્ર થી ભલા ભલા દુ:ખ દુર થાય છે. ત્યારે માં મોગલનો આવો જ વધુ એક પરચો સામે આવ્યો છે.
જેમાં એક મહિલાની માનતા પૂર્ણ થતા તે હાથમાં 51000 રૂપિયા લઈને કબરાઉં ધામ આવી પહોચી હતી. ત્યારે મહિલાએ મણિધર બાપુને ૫૧૦૦૦ રૂપિયા આપ્યા. તો મણિધર બાપુએ પૂછ્યું કે, શેની માનતા હતી? આ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે, મારા સવા કરોડ રૂપિયા ફસાઈ ગયા હતા મેં ઘણા પ્રયત્નો કર્યા મારા તે રૂપિયા પાછા નહતા આવી રહયા.
તો આખરે થાકીને મેં માં મોગલની માનતા રાખી કે હે માં મોગલ જો મારા રૂપિયા પાછા આવી જાય તો હું તારા મંદિરે આવીને તને ૫૧૦૦૦ રૂપિયા ભેટ સ્વરૂપે ચઢાવી જઈશ. ત્યારે માનતા માન્યના થોડા જ સમયમાં મહિલાના ફસાયેલા ૬૦ લાખ રૂપિયા પાછા આવી ગયા હતા.
ટૂંક જ સમયમાં માં મોગલે પોતાનો પરચો બતાવતા મહિલા રાજી થઇ ગઈ હતી. મહિલાએ કયારેય સાપને પણ નહતું વિચાર્યું કે આ રૂપિયા પાછા આવશે, પણ માં મોગલની કૃપાથી ૬૦ લાખ રૂપિયા પાછા આવી ગયા. તો મણિધર બાપુએ કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી.
આ માં મોગલ પર તારો જે વિશ્વાસ હતો તેના લીધે તારું આ કામ થયું છે. જો તું માં મોગલ પણ વિશ્વાસ રાખીશ તો તારા બધા જ કામો પુરા થઇ જશે અને આ રૂપિયા તારી દીકરીઓને આપી દેજે માં મોગલે તારી ૧૫૧ ઘણી માનતા સ્વીકારી. એટલે જ તો કહેવાય છે કે, જ્યાંથી દુનિયાનો અંત આવે ત્યાંથી જ માં મોગલની શરૂવાત થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!