નરાધમોનો વધુ એક કાંડ / સુરતમાં વધુ એક 15 વર્ષીય કિશોરીને બે પાડોશીએ પ્રેમજાળમાં ફસાવી વારંવાર હવસ ઉતારી, જુઓ પછી થયું એવું કે વિધર્મીઓનો ભાંડો ફૂટ્યો

ટોપ ન્યૂઝ સુરત

એક બળાત્કારી ઘર ખાલી કરીને ગયો તો ભાડે રહેવા આવેલા બીજા પાડોશીએ પણ શિકાર બનાવી

સુરત શહેરના પુણા વિસ્તારમાં 15 વર્ષય કિશોરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પ્રેમજાળમાં માં ફંસાવી બે યુવકોએ યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. યુસુફ અને અજય નામના યુવકોએ અલગ-અલગ જગ્યાએ લઈ જઈને 15 વર્ષય માસુમ કિશોરી ઉપર દુષ્કર્મ આચર્યું હતું.

પુણા પોલીસ દ્વારા મળેલી માહિતી મુજબ પુણાગામમાં રહેતી 15 વર્ષીય કિશોરી સાથે તેની પાડોશમાં રહેતા જ અજય સોનીએ તેની સાથે મિત્રતા કેળવી હતી. આરોપી અજય સોની કિશોરીને મિત્રતાના નામે ભોળવીને એક હોટલમાં લઇ ગયો હતો. જ્યાં નરાધમ અજય સોનીએ કિશોરી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તેના થોડાક સમય બાદ નરાધમ અજય સોની આ ઘર ખાલી કરીને શહેરમાં અન્ય સ્થળે રહેવા જતો રહ્યો હતો.

આરોપી અજય સોનીના જવા બાદ તે રૂમમાં યુસુફ શેખ નામનો શખ્સ ભાડેથી રહેવા આવ્યો હતો. નરાધમ યુસુફ શેખે પણ કિશોરી રૂમમાં બોલાવી પરિચય કેળવ્યો હતો. જોકે કિશોરી નરાધમ યુસુફ શેખને અંકલ તરીકે સંબોધિત કરતી હતી. પરંતુ નરાધમે આ સંબંધની લાજ રાખ્યા વિના કિશોરી પર વારંવાર રેપ ગુજાર્યો હતો.

મળતી માહિતી અનુસાર, દુષ્કર્મ બાદ કિશોરી ગર્ભવતી બની ગઈ હતી. પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે, 15 વર્ષીય કિશોરીને બે મહિનાનો પેટમાં ગર્ભ રહી ગયો હતો. ત્યાર બાદ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોન્ધાવ્વવામાં આવી હતી. ફરિયાદના આધારે પુણા પોલીસે એક આરોપીની અટકાયત પણ કરી છે.

કિશોરીના નજીકમાં ભાડાના રૂમમાં રહેતા અજય સોનીએ તેની સાથે મિત્રતા કેળવી હતી. વર્ષ 2021માં દિવાળીના સમયે આરોપી અજય સોની યોગીચોક ગાર્ડન પાસે એક હોટલમાં લઇ ગયો હતો. જ્યાં તેણે કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો.આરોપી અજય રૂમ ખાલી કરીને જતો રહેતા તેના સ્થાને આવેલા આરોપી યુસુફ શેખે પણ તેને અંકલ કહેનારી કિશોરી સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

સમગ્ર દેશમાં દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી દુષ્કર્મની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે.

હવે તો દુષ્કર્મમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના ગુજરાતના સુરતમાંથી સામે આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.