અરે બાપરે / બે કાર પર ફરી વાળ્યો ‘મોત’ નો ટ્રક, એક જ પરિવારના ત્રણ લોકોને ભરખી ગયો કાળ, વિડિઓ જોઈને તમને ધ્રુજારી છૂટી જશે : જુઓ વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

પંજાબના નવાશહરમાં એક કાળજું કંપાવી દે તેવો અકસ્માત સામે આવ્યો છે. અહીંના ફગવાડા-મોહાલી મુખ્ય માર્ગ પર બહેરામ નગર પાસે માટીથી ભરેલી ટ્રોલી બે કાર પર પલટી ગઈ, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા અને ત્રણને ઈજા થઈ હતી. ( વિડિઓ નીચે આપેલો છે )

સમગ્ર ઘટના અંગેનો વિડીયો સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળાં એકત્ર થઈ ગયા હતા. લોકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે બોલાવી, ત્યારબાદ ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માત સોમવારે બપોરે ફગવાડા-ચંદીગઢ નેશનલ હાઈવે પર આવેલા બહેરામ શહેરમાં થયો હતો.

અહીં મહિલાપુર તરફ અચાનક વળતી ટ્રકે બે કારને ટક્કર મારી હતી. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બંગા બાજુથી રોડની બીજી બાજુએ આવી રહેલું ટ્રેલર અચાનક સ્પીડમાં વળ્યું, જ્યારે બંગા તરફ જઈ રહેલી બે કારે તેને ટક્કર મારી અને ટ્રક પલટી ગઈ.

આવી સ્થિતિમાં ટ્રક એક કાર પર પડી હતી અને બીજી કાર માંડ માંડ બચી હતી. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ટ્રક ડ્રાઈવર ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરી રહ્યો અને તે ટ્રકને તેજ ગતિએ ફેરવે છે, જેના કારણે ટ્રક કાર પર પલટી જાય છે.

અવારનવાર અકસ્માતના કાળજું કંપાવી દે તેવા વિડીયો સામે આવતા રહેતા હોય છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નિર્દોષ વ્યક્તિને જીવ ગુમાવવાનો વખત આવે છે. ત્યારે આ ઘટનામાં કઈક આવું જ હતું, ભૂલ કોઈની અને સજા કોઈ બીજાને મળી હતી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.