શું ભાજપને ‘AAP’ નો ડર લાગ્યો? / AAP-ભાજપની બબાલ વચ્ચે AAPના કાર્યકરોને ગાંધીનગરમાં ન પ્રવેશે તે માટે કમલમ માંથી પોલીસને અપાયો આ મોટો આદેશ

ગુજરાત ટોપ ન્યૂઝ

ગાંધીનગરને જોડતા એન્ટ્રી પોઈન્ટ ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ગઈ કાલે આપ અને ભાજપ વચ્ચે થયેલી બબાલ બાદ હવે પોલીસ પણ એક્શનમાં આવી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 12 ડિસેમ્બરે લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા સરકારી ભરતીઓને લઈ અનેક સવાલો ઉઠી રહ્યાં છે. તેમાં પણ ગૃહમંત્રીએ પેપર ફૂટ્યું હોવાની વાત સ્વીકારતા જ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે આપ અને ભાજપની તકરાર બાદ હવે પોલીસ પણ સંક્રિય બની છે.

ગાંધીનગરને જોડતા એન્ટ્રી પોઈન્ટ ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ગઈ કાલે આપ અને ભાજપ વચ્ચે થયેલી બબાલ બાદ હવે પોલીસ પણ એક્શનમાં આવી છે. જેને લઈને વૈષ્ણોદેવી સર્કલ પાસે પોલીસે બેરિકેડ લગાવી દીધા છે AAPના કાર્યકરો ગાંધીનગરમાં ન પ્રવેશે તે માટે પોલીસ સતર્ક બની છે તો બહારના જિલ્લાઓમાંથી પ્રવેશતા વાહનનોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

ગઈ કાલે પેપર લીક કાંડ મામલે આપના કેટાલાક કાર્યકરોએ પ્રદેશ કાર્યાયલ કમલમ ખાતે દેખાવો કર્યા હતા અને વિરોધ પ્રદર્શન કરી કાર્યાલયનો ઘેરાવ કર્યો હતો. ત્યાર બાદ આપ અને ભાજપ સામ સામે આવી ગયા હતા. જે બાદ પોલીસે પણ મોરચો સંભાળ્યો હતો. કમલમ ખાતે આવેલા આપના નેતાઓ સામે પોલીસે ટીંગાટોળી કરી વાનમાં બેસાડ્યા હતા જે દરમિયાન પોલીસ અને આપ નેતાઓ વચ્ચે ઘર્ષણ થતા આપના કેટલાક નેતાઓ ઈજાગ્રસ્ત થયા હતા જે બાદ જેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે ભાજપ નેતાઓ અને આગેવાનોએ આપના નેતાઓ સામે ફરિયાદ દાખલ કરતા પોલીસે તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે.

પેપરલીક કાંડ મુદ્દે આપના નેતાઓ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા જેમાં આમ આદમી પાર્ટી AAP અને ભાજપ કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. જેમાં ભાજપના મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે આપ નેતાઓ સામે ફરિયાદ દાખલ કરી હતી. આપ 6 નેતાઓ સામે નામજોગ અને 500 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ થતા સમગ્ર મામલાએ જોર પકડ્યું છે ત્યારે ગઈ કાલે મોડી રાત્રે આપના 28 જેટલા મહિલા કાર્યકરોને કોર્ટમાં રજૂ કરાઈ હતી. જેમાં મહિલા કાર્યકરોએ કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરોના જામીન નામંજૂર કરાતા મહિલાઓને રાત્રે જ સાબરમતી જેલમાં મોકલી દેવાઈ હતી. આમ જમીન ન મળતા AAP ની મહિલા કાર્યકરોએ આખી રાત જેલમાં વિતાવવી પડી હતી.

AAPના જે નેતાઓ સામે નામજોગ FIR નોંધાઈ છે તેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, શિવકુમાર પ્રવીણ રામ, નિખિલ સવાણી અને હસમુખ પટેલનો સમાવેશ થાય છે. આ ફરિયાદ પ્રમાણે, આરોપીઓ કાવતરાપૂર્વક હુમલો કરવા આવ્યા હતા.. તેઓએ જુદા-જુદા સ્થળેથી માણસોને કમલમ ખાતે બોલાવ્યા અને કમલમનો ગેટ તોડીને અંદર પ્રવેશ કર્યો તેવો ઉલ્લેખ કરાયો છે એટલું જ નહીં AAPના ટોળાએ ભાજપની મહિલા કાર્યકરોને શારીરિક અડપલાં કરી માર માર્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આની સાથે જ અભદ્ર ભાષા બોલીને પોલીસની ગાડીનો કાચ તોડ્યો સહિત તમામ સામે બિનજામીનપાત્ર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આજે પણ તમામને કોર્ટમાં રજૂ કરાશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.