જૂનાગઢ માં ગૌમાતા અને સિંહણ વચ્ચે જામી લડાઈ, જુઓ શિકારની શોધમાં આવેલા સિંહે ગૌમાતા સાથે કર્યું એવું કે વિડિઓ જોઈને હેરાન થઇ જશો

જૂનાગઢ ટોપ ન્યૂઝ

રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ગીર જંગલની નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં શિકારની શોધમાં લટાર મારવા માટે આવતા સિંહના બનાવો સામાન્ય બની ચુક્યા છે. જંગલ નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં સિંહ ઘુસી આવે છે અને પશુઓનો શિકાર કરે છે. પરંતુ, જૂનાગઢના વિસાવદર તાલુકાના મોટા હડમતિયા ગામમાં 21 તારીખના રોજ રાત્રિના શિકારની શોધમાં ઘૂસી આવેલા સિંહ અને સિંહણની જોડી એક બળદનો શિકાર નહોતી કરી શકે. આ સિંહ અને સિંહણની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સિંહ-સિંહણની જોડી પણ એક બળદનો શિકાર કરવામાં નિષ્ફળ રહેતા સમગ્ર પંથક અને વિડીયો જોનારોમાં આશ્ચર્ય ફેલાયું છે.

મોટા હડમિતાયા ગામમાં બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે, સિંહ અને સિંહણની જોડી ગામમાં શિકારની શોધમાં આવે છે અને ત્યારે ગામમાં ફરી રહેલા એક ગાય માતા સામે તેમનો સામનો થાય છે. સતત ત્રણ મિનિટ સુધી સિંહ અને સિંહણ ગાય માતા પર હુમલાનો પ્રયાસ કરે છે. પરંતુ, ઠંડીથી બચવા ગાય પર કંતાન અને ગોદળા ઢાંકેલા હોવાના કારણે સિંહ અને સિંહણ શિકાર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. તો બીજી તરફ ગાય માતાએ હોકારા કરવાનું ચાલુ રાખ્યા હતા. જેના કારણે સિંહ અને સિંહણ પણ પોતાનો બચાવ કરતા જોવા મળી રહ્યા છે. ત્રણ મિનિટ સુધી જીવન-મરણનો જંગ ચાલ્યા બાદ ગાય માતા શેરીની અંદર જતી રહે છે, સિંહ-સિંહણ પણ તેની પાછળ ત્યાંથી જતાં રહે છે. જો કે, ગાયનો શિકાર કરી શક્યા ન હતા.

સિંહ-સિંહણ એક ગાયનો શિકાર ના કરી શકતા શિકારની શોધમાં ફરતા સિંહ ગમે તે બળિયા પશુનો આસાનીથી શિકાર કરી લેતા હોય છે તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ, 21મી તારીખના રોજ મોટા હડમતિયા ગામમાં સિંહ અને સિંહણ એક ગાયનો શિકાર ના કરી શકતા સિંહપ્રેમીઓમાં આશ્ચર્યનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટના ગામના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

આ વીડિયો જૂનાગઢના હડમતિયા ગામનો છે, જ્યાં જંગલનો રાજા રાત્રી દરમિયાન રહેણાંક વિસ્તારમાં પહોંચ્યો હતો. ગામમાં, તેનો સામનો બળદ સાથે થયો. શિકારની શોધમાં રખડતા બંને સિંહો બળદને એકલા જોતા જ તેના પર હુમલો કરવા આગળ વધ્યા. પરંતુ આ દરમિયાાન કંઇક બીજું જ થયુ. બે સિંહો એક સાથે તેના પર હુમલો કરે તે પહેલાં બળદ સાવધ થઈ ગયો. તેણે વળતો હુમલો કરવાની તૈયારી કરી. ડર્યા વિના, તે બંને સિંહોની સામે મક્કમતાથી ઉભો રહ્યો અને સિંહોને ભગાડ્યા.

આ સમગ્ર ઘટના ત્યાં નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઇ શકાય છે કે એક ગામમાં બે સિંહો પ્રવેશે છે અને ત્યાં એક બળદ સિંહને દેખાય છે. બંને સિંહો શિકાર કરવા બળદની નજીક જાય છે, પરંતુ બળદ તેના શિંગડા વડે પોતાનો બચાવ કરે છે. આ પછી તે આક્રમક બની જાય છે અને સિંહોને ભગાડવામાં સફળ થાય છે.

બળદ દ્વારા સિંહોને ભગાડી જવાની આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગામમાં આ પહેલા પણ આવી ઘટના બની ચુકી છે. નોંધનીય છે કે ગીર જંગલની આસપાસના ગામડાઓમાં સિંહો અવારનવાર રાત્રી દરમિયાન આવીને પશુઓનો શિકાર કરે છે. પરંતુ આ પ્રકારનો સીસીટીવી પહેલીવાર સામે આવ્યો છે જ્યાં સિંહો શિકાર કર્યા વગર જ નીકળી ગયા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.