ક્રાઇમ કેપિટલ ‘સુરત’ / કુખ્યાત ભાઈ ફૈયુ સુકરીની બહેનને શારીરિક-માનસિક ત્રાસ આપતાની ફરિયાદ કરતા ભાઈએ જાહેરમાં ફાયરિંગ કરીને બનેવીને મોતને ઘાટ ઉતાર્યો : જુઓ હત્યાનો LIVE વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

સુરતના લાલ ગેટ નાણાવટ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે 11 વાગ્યે માથાભારે ફૈયુ સુકરીએ તેના બનેવી હાજી અંજીર પર 3 રાઉન્ડ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ફાયરિંગ બાદ આરોપી ટુ-વ્હીલર પર નાસતો દેખાય છે. ( હત્યાનો LIVE વિડિઓ નીચે આપેલો છે )

પોલીસ તપાસમાં ફૈયુ સુકરીની પિતરાઇ બહેને પતિ હાજી અંજીર શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ કરી હતી. આથી ઉશ્કેરાયેલા ફૈયુ સુકરીએ બનેવી હાજી અંજીરની હત્યા કરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, હાજી અંજીરને તેની પત્ની સાથે અવારનવાર ઝઘડા થતા હતા અને તે ત્રાસ આપતો હતો.

આથી હાજી અંજીરની પત્નીએ તેના પિતરાઇ ભાઈ સુકરીને આ બાબતે વાત કરી હતી. જેણે અદાવત રાખીને સુકરીએ મોડી રાત્રે હાજીને ગોળી મારી હત્યા કરી હતી. નાણાવટ નેશનલ બેકરીની બાજુમાં મોહમદી એપાર્ટમેન્ટમાં રહેતા મોહમદ બીલાલ ઉર્ફે હાજી અબ્દુલ રહેમાન ઉનાવાલા કુખ્યાત આરોપી આરીફ મીંડીનો જમાઈ થાય છે.

હાજી અને તેની પત્ની વચ્ચે ઝઘડાઓ થતા અવાર-નવાર પત્નીને શારીરિક તથા માનસિક ત્રાસ આપતો હતો. આ વાતને લઈ આખરે હાજીની પત્નીએ તેના પિતરાઇ ભાઈ સુકરીને આ બાબતે વાત કરી હતી. સુકરી લાંબા સમયથી જેલમાં હતો. હજુ થોડા સમય પહેલા જ પેરોલ પર બહાર આવ્યો હતો. ( હત્યાનો LIVE વિડિઓ નીચે આપેલો છે )

પિતરાઈ બહેને વાત કરતા તે અકળાયો હતો અને મોડીરાત્રે લાલ ગેટ ફાયદા બજાર ત્રણ રસ્તા પાસે બેઠો હતો. ત્યારે સુકરી ત્યાં પિસ્તોલ લઈને પહોંચી ગયો અને હાજી પર ઉપરાઉપરી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હાજીને ગળાની ડાબી બાજુ જમણા કાનની ઉપર અને પીઠની જમણી બાજુ ગોળી વાગતા તેનું મોત થયું હતું.

ઉલ્લેખનીય છે કે, રૈયુ સુકરી ગેંગ ભાગાતળાવ વિસ્તારમાં સક્રિય છે અને તે ખૂબ જ માથાભારે છે. અનેક લોકો ઉપર હુમલા કરવામાં તેમજ ખંડણી ઉઘરાવવામાં આ ગેંગની સંડોવણી બહાર આવી ચૂકી છે. ખાસ કરીને આ વિસ્તારમાં રહેતા વેપારીઓ ઉપર આ ગેંગની ભારે ધાક હોવાથી આ ગેંગ ઉપર કાબૂ આવે તેવી માગ લોકો કરી રહ્યાં છે. પરંતુ ડરના કારણે કોઇ બહાર આવતું નથી.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો :  https://videos.bhaskarassets.com/2022/07/18/13-rajkot-surat-murder-cctv-shaileshnew_1658147348/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.