ભોળાનાથના આ ઉપાયથી ટાળી શકાય છે અકાળ મૃત્યુનો યોગ, જાણો અન્ય પણ કેટલાક ઉપાય

ટોપ ન્યૂઝ રાશિફળ

મૃત્યુ અટલ સત્ય છે જેને ટાળી શકાતું નથી. પરંતુ અકાળ મૃત્યુને ટાળવા માટે જ્યોતિષશાસ્ત્રમાં અમુક ઉપાયો જણાવવામાં આવેલા છે. તેમાંથી અમુક ઉપાયો અહીં જણાવવા જઈ રહ્યા છીએ. માન્યતા છે કે તેને કરવાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે. ચાલો જાણીએ તેના વિશે.

ભોળાનાથને આવી રીતે કરો પ્રસન્ન મળશે કૃપા

જ્યોતિષશાસ્ત્ર મુજબ, જો કુંડળીમાં અકાળ મૃત્યુનો યોગ હોય તો ભોળાનાથ નું સ્મરણ કરવું જોઈએ. ભગવાન શિવ શંકર વિશે કહેવામાં આવે છે કે, જે લોકો મહાકાળ ના ભક્ત હોય છે, કાળ પણ તેમનું કંઈ બગાડી શકતુ નથી. એટલા માટે અકાળ મૃત્યુનો ભય હોય તો તેને ટાળવા માટે પાણીમાં તલ અને મધ ભેળવીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. આ ઉપરાંત મહામૃત્યુંજય મંત્ર અને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. ધ્યાન રાખવું કે આ ઉપાય દર શનિવારે કરવો જોઈએ. આ ઉપાય કરતી વખતે મનમાં અગાધ આસ્થા અને શ્રધ્ધા રાખવી જોઈએ નહીંતર તેમનું ફળ મળતું નથી.

આ ઉપાય પણ ટાળી શકે છે અકાળ મૃત્યુનો યોગ

જ્યોતિષશાસ્ત્ર મુજબ, જો કોઈ જાતકમાં મૃત્યુનો ભય હોય તો તેણે મંગળવાર અને શનિવારે આ ઉપાય કરવો જોઈએ. તેના માટે કાળા તલ અને જુવારનો લોટ તેલમાં બાંધીને એક મોટી રોટલી બનાવી લેવી. ત્યારબાદ તેમાં ગોળ અને તેલમાં આ રોટલી મિક્ષ કરી લેવી. પછી જે વ્યક્તિની અકાળ મૃત્યુની આશંકા હોય તેમના માથા પર ૭ વખત ઉતારવી, ત્યારબાદ તેને ભેંસને ખવડાવી દેવી. માનવામાં આવે છે કે, આવું કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થઇ જાય છે.

ગરુડ અથવા કાગડાના આ ઉપાય પણ કરી શકો છો

જ્યોતિષશાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિને અકાળ મૃત્યુનો ભય રહેતો હોય તો ગોળ અને લોટના ગોળા બનાવી લેવા. આ ગોળાને જાતકના માથા પર ૭ વખત ઉતારીને ગરુડ અથવા કાગડાને ખવડાવી દેવા. માન્યતા છે કે આ ઉપાય જાતકોને તેમના અકાળ મૃત્યુના ભયથી બચાવે છે. પરંતુ આ ઉપાય જાતકોએ મંગળવાર, શનિવાર અથવા રવિવારે જ કરવો જોઈએ.

શનિવારે કરો આ કામ ટાળી શકો છો અકાળ મૃત્યુ

જ્યોતિષશાસ્ત્ર મુજબ, અકાળ મૃત્યુને ટાળવા માટે ન્યાયના દેવતા શનિદેવની પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત દર શનિવારે શનિદેવનું પૂજન કરવું જોઈએ. એ ઉપરાંત લોખંડની વસ્તુઓ, શની ચાલીસા, બુટ ચંપલ, કાળા વસ્ત્રો, સરસવના તેલનું દાન કરવું જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી શનિદેવની કૃપા મળે છે અને સાથે-સાથે અકાળ મૃત્યુનો યોગ પણ ટાળી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *