સૌથી મોટા સમાચાર / રાત્રિ કર્ફ્યુ પર ભુપેન્દ્ર સરકારની મોટી જાહેરાત, જુઓ ઓમીક્રોન ના જોખમ વચ્ચે કયા કયા નિયંત્રણો લગાવ્યા

ટોપ ન્યૂઝ ગુજરાત

નવી ગાઈડલાઈન 10 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે

લગ્નમાં ખુલ્લા અથવા બંધ સ્થળે 400 લોકોને છૂટ અપાઈ : રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણ અંગે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. દિવાળી બાદ કોરોનાના કેસમાં ખાસ વધારો ન થતા સરકારે નિયંત્રણો વધુ હળવા કર્યા છે.જોકે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ભય વર્તાઈ રહ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં હવે રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રહેશે. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન 10 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂમાં રાહત : આઠ નગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદત આજે શુક્રવારે 10 ડિસેમ્બરના રોજ પૂર્ણ થાય છે. 10 ડિસેમ્બર 31 ડિસેમ્બર 2021 સુધી ગુજરાતમાં છૂટછાટો યથાવત રખાઈ છે. આ રાજ્યનાં જે 8 મહાનગર અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે ત્યાં આવતીકાલથી રાત્રિના 1 વાગ્યાથી 31 ડિસેમ્બર સુધી સવારે 5 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે.

સરકારનું જાહેરનામું : 8 મનપામાં રાત્રિ કર્ફ્યુ રહેશે યથાવત, રાત્રીના 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું, 8 મહાનગરોમાં 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે, લગ્નમાં ખુલ્લા અથવા બંધ સ્થળે 400 લોકોને છૂટ, લગ્ન માટે ડિજીટલ ગુ.પોર્ટલ પર નોંધણીની જોગવાઇ, યથાવત, કર્ફ્યુ બાબતે રા.સરકારે નોટિફેકશન જાહેર કર્યું

લગ્નપ્રસંગમાં 400 લોકોની છૂટ, અંતિમક્રિયામાં 100 વ્યક્તિની મર્યાદા : અગાઉ નવરાત્રી પહેલા લગ્ન પ્રસંગોમાં 400 વ્યક્તિની છૂટછાટ આપવામાં આવી હતી, જે યથાવત રાખવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારી દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય એ હિતાવહ રહેશે. આવાં આયોજનોમાં લાઉડસ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. અંતિમક્રિયા-દફનવિધિમાં 100 વ્યક્તિની મર્યાદા યથાવત રહેશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.