BIG BOSS 15 / ફિનાલે પેહલા બિગબોસમાં મોટો ટ્વિસ્ટ, જુઓ ‘તારક મેહતા’ ની બબીતાની એન્ટ્રી કન્ફર્મ, જુઓ હવે ‘તારક મેહતા શો’માં નહિ દેખાય બબીતા…

બોલિવૂડ ટોપ ન્યૂઝ

સલમાન ખાનના આ શોની ગ્રાન્ડ ફિનાલે 16 જાન્યુઆરીના રોજ છે

રિયાલિટી શો ‘બિગ બોસ 15’ આ વખતે ઘણું જ અલગ રહ્યું છે. આ શો જંગલ થીમથી શરૂ થયો હતો અને હવે 16 જાન્યુઆરીએ શોની ગ્રાન્ડ ફિનાલે છે. આ શોમાં ચાર સેલેબ્સ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીથી ઘરમાં આવ્યા હતા. હવે ચાર ચેલેન્જર્સ ઘરમાં જોવા મળશે, જેમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ મુનમુન દત્તા પણ છે.

આજે રાતે ઘરમાં જોવા મળશે
‘બિગ બોસ’એ હાલમાં જ રિલીઝ કરેલા પ્રોમો પ્રમાણે, આજે રાતે (2 જાન્યુઆરી) ઘરમાં ચાર ચેલેન્જર્સની એન્ટ્રી બતાવી છે. લિવિંગ એરિયામાં ઘરના અન્ય સભ્યો બેઠા હોય છે. આ સભ્યોને ‘બિગ બોસ’ કહે છે કે ઘરના લોકોને ટિકટ ટૂ ફિનાલે જીતવાની અનેક તક આપવામાં આવી, પરંતુ તમામે તક ગુમાવી દીધી. આ વાતને ધ્યાનમાં રાખીને આ ઘરના એક હિસ્સામાં મુનમુન દત્તા, વિશાલ સિંહ, સુરભિ ચંદના તથા આકાંક્ષા પુરી કાલથી ઘરમાં રહેશે. તેમણે ટિકટ ટૂ ફિનાલે પોતાના નામે કરી લીધી છે.

દરેક કન્ટેસ્ટન્ટ વિનર બનવાની રેસમાં ભાગી રહ્યા છે ત્યારે ટ્રોફી સુધી કોણ પહોંચશે તેને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. મેકર્સ શોમાં નવો ટ્વિસ્ટ લાવવા માટે એક નવો પ્લોટ લઇને આવ્યા છે. 4 ચેલેન્જર્સને શોમાં એન્ટ્રી આપવા ના છે. બિગબોસ 15માં આકાંક્ષા પુરી, સુરભી ચંદના, વિશાલ સિંહ અને મુનમુન દત્તા સ્પેશ્યલ એન્ટ્રી લઇને બિગબોસમાં સામેલ થવના છે.

એન્ટ્રીને લઇને ઉત્સુક
દરેક ચેલેન્જર્સ એક જ દિવસે ઘરમાં જશે અને કહેવામાં આવી રહ્યું છે કે એક જ દિવસમાં આ લોકો અન્ય કન્ટેસ્ટન્ટ માટે મુશ્કેલીઓ ઉભી કરી દેશે. રિપોર્ટ અનુસાર આ લોકોની એન્ટ્રીથી શોની ટીઆરપી પર ઘણી મોટી અસર થશે.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)

આ ચારેય ઘરના સભ્યોને ટાસ્ક આપશે
પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે ચાર ચેલેન્જર્સ ઘરના સભ્યોને ચેલેન્જ પણ આપે છે. નિશાંત, ઉમર, તેજસ્વી તથા કરન કુંદ્રા ટાસ્ક પર્ફોર્મ કરે છે. આ સમયે આકાંક્ષા પુરી એમ કહે છે કે હવે સમય આવી ગયો છે કે થોડું અમાનવીય થવું પડશે. તો સુરભિ એમ કહે છે કે તમે લોકોએ ટાસ્કમાં છટકબારી શોધીને કેન્સલ કરાવતા હતા, હવે તમે કેન્સલ કરીને બતાવો.

ઘરમાં એન્ટ્રી કરનાર આકાંક્ષા પુરી ઘણીવાર સમાચારોમાં રહી છે. તે એક્સ બિગ બોસ સ્પર્ધક પારસ છાબરા સાથે રિલેશનશિપમાં રહી છે. આ પછી સુરભી ચંદનાનું નામ પણ આ શોમાં નવું નથી. વિશાલ સિંહ સિરિયલ સાથ નિભાના સાથિયામાં જીગર મોદીના રોલમાં ફેમસ થયો છે. અને છેલ્લું નામ અભિનેત્રી મુનમુન દત્તાનું છે, જે પ્રખ્યાત ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાનું પાત્ર ભજવે છે. મુનમુનના ચાહકો તેને ઘરની અંદર જોવા માટે બેતાબ છે.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)

હાલમાં જ સલમાન ગુસ્સે થયો હતો
‘વીકેન્ડ કા વાર’ એપિસોડમાં ઘરના સભ્ય અભિજીતને બગાસું આવતા જ સલમાન ભડકી જાય છે અને કહે છે, ‘ઊંઘ આવે છે તો બિચુકલે પથારમાં જઈને સૂઈ જા. આ બધું મારી સાથે નહીં ચાલે. જા સૂઈ જા.’ ત્યારબાદ અભિજીત વારંવાર માફી માગે છે, પરંતુ સલમાન બૂમ પાડીને તેને ચૂપ કરાવી દે છે. શોમાં ટાસ્ક કેન્સલ થવાને કારણે પણ સલમાન ગુસ્સામાં હતો. તેણે ઘરના સભ્યોને કહ્યું હતું, ‘ટાસ્ક રદ્દ કરાવવામાં તમે લોકોએ PhD (ડૉક્ટર ઑફ ફિલોસોફી) કરી લીધી છે. જો સંચાલક જ ટાસ્ક રદ્દ કરાવે તે ઘણું જ ખોટું છે, સ્પર્ધકો ટાસ્ક કેન્સલ કરાવે તો હજી ચાલે.’

શમિતાને ખરું-ખોટું સંભળાવ્યું
સલમાને પછી શમિતાને કહ્યું હતું કે રાખી સાવંત સાથે તેનું વર્તન ઘણું જ ખોટું છે. આ સાંભળીને શમિતાએ ગુસ્સામાં કહ્યું હતું, ‘હું સેમ એટિટ્યૂડ સાથે કોઈ બીજા પર ચઢનારી નથી. જો તમે મને એમ કહો કે મારો એટિટ્યૂડ ખોટો છે, તો મને ખબર નથી.’ શમિતાની વાત પૂરી થતાં જ સલમાન ગુસ્સે થઈ જાય છે અને તે એક્ટ્રેસને ધમકાવે છે. ત્યારબાદ શમિતા શેટ્ટી રડવા લાગે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.