આલે લે / સુરતમાં દૂધના પાઉચની જેમ વેચાઈ રહ્યો છે દારૂ, જુઓ એવી જગ્યાએથી માળીઆવ્યો દારૂ કે જાણીને તમે પણ ચોંકી જશો

ટોપ ન્યૂઝ સુરત

રોજબરોજ દારૂની હેરાફેરી કે પાર્ટી થતી હોવાના અનેક સમાચારો સામે આવે છે પરંતુ કાર્યવાહીના નામે માત્ર ચેતવણી આપીને છૂટા કરી દેવાય છે. ત્યારે સુરતમાં વધુ એક વીડિયો સામે આવ્યો.

આ તરફ દેશી દારૂના નામે બોટાદમાં કેમિકલ કાંડ થઇ ગયો ત્યારે સુરતમાં દેશી દારૂ વેચાતો હોવાનું સામે આવ્યું છે. પાંડેસરાના નાગસેન નગરનો વીડિયો સામે આવ્યો છે જેમાં એક શખ્સ દેશી દારૂ લઇ જતો દેખાયો. આશખ્સ દેશી દારૂનો થેલો ભરીને એક અવાવરુ જગ્યાએ જઇ રહ્યો છે અને ત્યાં લોકો આવીને તેની પાસેથી દારૂ લઇને પીતા જોવા મળી રહ્યા છે.

સુરતના પાંડેસરામાં દેશી દારૂના અડ્ડાનો વીડિયો વાયરલ થયો હતો. દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યુ છે. લિંબાયત વિસ્તારમાં પણ દારૂ વેચાતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વળી 3 મહિના પહેલા પોલીસમાં આ મામલે અરજી થઇ હતી તેની પણ કોપી સામે આવી હતી.

પાંડેસરામાં દારૂના અડ્ડા ચાલતા હોવાની અરજી થઇ હતી તે વાતને 3 મહિના થયા છતાં સ્થિતિ એની એજ જોવા મળતા પોલીસની કામગીરી પર શંકાઓ ઉપજી હતી. સુરતના ખટોદરા વિસ્તારમાં દેશી દારૂ વેચાતો હોવાનું સામે આવ્યું. મીડિયાના કેમેરા જોતા જ દારૂ વેચનારા શખ્સો ફરાર થઇ ગયા.

દેશી દારૂનો જથ્થો મૂકીને ઘટનાસ્થળેથી થયા ફરાર થતા કેમેરામાં કેદ થયા હતા. બોટાદમાં કથિત લઠ્ઠાકાંડ બાદ સુરત પોલીસ જાગી હોય તેમ સુરતમાં DCB દ્વારા દેશી દારૂના 12થી વધુ કેસો કરાયા. ડિંડોલી વિસ્તારમાંથી 4.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. તાપી નદી કિનારે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી હતી.

જમીનમાં દાટેલા દેશી દારૂના પીપ મળી આવ્યા હતા. મહત્વનું છે કે સુરતમાં એક વિસ્તાર એવો નથી કે જ્યાં દેશી દારૂનું વેચાણ ન થતુ હોય ત્યારે આ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવી અનિવાર્ય થઇ પડે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.