નફ્ફટાઈની હદ પાર: કફન ચોર ટોળકીને બચાવવા ભાજપ આગળ આવ્યું અને કહ્યું છોડી દો આમને આપણા વોટર છે !

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, કો-રોનાકાળમાં લોકોની માનસિકતા એટલી હદે નીચે ગઈ છે કે, લોકો હવે મડદાના કફન પણ ચોરી કરીને વેચવા લાગે છે. ત્યાર બાદ 10 મેના રોજ બાગપત પોલીસે આ જાણકારી આપતા કુલ 7 લોકોની ધરપકડ કરી હતી. જેમાં મુખ્ય આરોપી પ્રવિણ જૈન બતાવામાં આવે છે.

પોલીસે જણાવ્યુ હતું કે, આ લોકો રાતના સમયે શ્મશાન ઘાટમાંથી કફન અને અન્ય કપડાની ચોરી કરી જતાં હતાં. ત્યારે બાદ કપડાને ધોઈને ગ્વાલિયરની કોઈ કંપનીના સ્ટિકર લગાવી દેતા હતા. કપડા એકદમ નવા જ લાગે એટલે તેના પર રિબન અને સ્ટિકર લગાવીને પેકિંગ કરતા અને માર્કેટમાં વેચી દેતા હતા.

ત્યારે હવે આરોપી પ્રવિણ જૈનના પક્ષમાં ભારતીય જનતા પાર્ટીના બાગપતના જિલ્લા અધ્યક્ષ સુરજપાલ સિંહ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ચિઠ્ઠી લઈને આવ્યા અને આ આખા મામલોને ખોટો ગણાવ્યો હતો. એટલુ જ નહીં, આ ચિઠ્ઠીમાં તેમણે જૈન સમાજને ભાજપનો મૂળ મતદાર વર્ગ હોવાનું પણ જણાવ્યુ હતું.

આ મામલે જે સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી, તેમના પ્રવિણ જૈન તે વિસ્તારનો મોટો વેપારી છે. આ ઉપરાંત મામલામાં તેનો દિકરો આશીષ જૈન, ભત્રીજો ઋષભ જૈન, શ્રવણ કુમાર શર્મા, રાજૂ શર્મા, બબલૂ અને શાહરૂખ ખાનની પણ ધરપકડ કરી છે. આરોપીઓની પાસેથી મોટી સંખ્યામાં ચાદર, ધોતી, ગરમ શોલ જેવી વસ્તુઓ મળી આવી છે. આ મામલે પોલીસ આગળ તપાસ કરી રહી છે કે, મડદાના કફન આમણે ક્યાં ક્યાં વેચ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *