ક્યારે સુધરશે ભાજપના નેતાઓ? / કોરોનાના કહેર વચ્ચે વેરાવળમાં ભાજપના સાંસદ અને જિલ્લા પ્રમુખની હાજરીમાં જીવના જોખમે લોકોને મેરેથોનમાં દોડાવ્યા, જુઓ નિયમોના ધજાગરા ઉડતા પોલીસે આવીને શું કર્યું?

ગુજરાત ટોપ ન્યૂઝ

સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા, બાળકો-યુવાનોમાંથી મોટા ભાગનાએ માસ્ક પહેર્યાં નહોતાં

રાજ્યભરમાં કોરોનાની પરિસ્થિતિ વણસી રહી છે. કોરોના અને ઓમિક્રોનના કેસનો આંકડો દરરોજ વધી રહ્યો છે, ત્યારે ભાજપના પદાધિકારીઓએ વધુ એક વખત કોરોના ગાઇડલાઇન્સના સરેઆમ ધજાગરા ઉડાડ્યા છે. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે વેરાવળમાં ભારત વિકાસ પરિસદ દ્વારા મેરેથોન દોડ યોજવામાં આવી હતી. હજારો સ્પર્ધકો અને નાગરિકોનાં ટોળાં ઊમટ્યાં હતાં. કોવિડની ગાઈડલાઇન્સના લીરેલીરા ઊડ્યા હતા. આ મેરેથોનને લીલી ઝંડી સાંસદ રાજેશ ચૂડાસમા, જિલ્લા ભાજપ-પ્રમુખ માનસિંગ પરમાર, નગરપાલિકા પ્રમુખ પીયૂષ ફોફડી સહિતના રાજકીય પદાધિકારીઓએ આપી હતી. એમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઊડ્યા હતા. જોકે મોડે મોડે આયોજન બાબતે આયોજક સંસ્થા ભારત વિકાસ પરિષદના કલ્પેશ શાહ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કોરોનાની સ્થિતિને જોતા પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યાં છે, તેમજ અનેક મોટા સરકારી કાર્યક્રમો પણ રદ કરાયા છે. આવામાં નેતાઓ કેમ સુધરતા નથી. હજી પણ નેતાઓ જનમેદની એકઠી કરીને લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. ગીર સોમનાથના વેરાવળમાં કોરોનાની દોડનો વીડિયો (video) સામે આવ્યો છે. વેરાવળ ખાતે મેરેથોન દોડ યોજાઈ હતી, જેમાં હજારો લોકો જોડાયા હતા. પરંતુ નિયમો (corona guideline) નો સત્યાનાશ કરીને મેરેથોન દોડ યોજાઈ હતી. હકીકત તો એ છે કે, સાસંદ રાજેશ ચુડાસમા (rajesh chudasama) ની હાજરીમાં નિયમોના ધજાગરા ઉડ્યા હતા.

રાજ્યમાં કોરોનાના કેસ (corona case) નો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. આવામાં સાવધાની રાખવી જરૂરી છે. સરકાર ખુદ લોકોની સાવધાની રાખવાની સલાહ આપે છે, પરંતુ સરકારના નેતાઓ જ આ નિયમો ભૂલી જાય છે. વેરાવળની ચોપાટી ખાતે મેરેથોન દોડનું આયોજન કરાયુ હતું. ભારત વિકાસ પરિષદ દ્વારા આ મેરેથોન દોડનું આયોજન કરાયુ હતું. જેમાં હજારો સંખ્યામાં સ્પર્ધકો ઉમટી પડ્યા હતા. રસપ્રદ વાત તો એ છે કે, આ મેરેથોન દોડનો પ્રારંભ સાંસદ રાજેશ ચુડાસમાએ કરાવ્યો હતો.

એક તરફ રાજ્યમાં કોરોનાના દૈનિક 5 હજાર કરતા વધુ કેસ નોંધાઈ રહ્યા છે, તેવામાં આવા દ્રશ્યોને લીધે અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ દોડમાં ગીર સોમનાથ સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ સ્પર્ધકો જોડાયા હતા. હજારોની સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને વડીલો આ દોડમાં જોડાયા હતા. જેમનુ સ્વાસ્થય જોખમમાં મૂકાયુ હતું. ખુદ સાંસદ નિયમોના ધજાગરા ઉડતા પોતાની આંખે જોતા રહ્યા, પણ તેમણે કોઈ પગલા ન લીધા.

નિયમોનો સત્યાનાશ કરીને મેરેથોન દોડ યોજાઈ હતી. સાસંદ રાજેશ ચુડાસમાની હાજરીમાં નિયમોના ધજાગરા ઉડ્યા હતા. વેરાવળ ખાતે યોજાયેલા મેરેથોન બાદ શરૂ થયેલ વિવાદ બાદ પણ વેરાવળ ચોપાટી ખાતે હજારોની સંખ્યામાં સ્પર્ધકો અને આયોજકોનું સેલિબ્રેશન ચાલુ રહ્યુ હતું. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ચારેતરફ ઉડતા જોવા મળ્યાં.

પોલીસે મંજૂરી ન આપી હોવા છતાં દોડનું આયોજન થયું
વેરાવળમાં મેરેથોન દોડમાં કોવિડ ગાઈડલાઈન્સના ધજાગરા ઉડતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. આ મામલે એએસપી ઓમપ્રકાશ જાટે જણાવેલ કે, મેરેથોનનું આયોજન કરનાર ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા મંજૂરી માંગવામાં આવેલ જે આપવામાં આવી ન હતી. હાલ આ મામલે એફઆઈઆર નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉચ્ચ સરકારી અધિકારીઓના રહેઠાણ નજીક જ આયોજન
અત્રે નોંધનીય છે કે, મેરેથોનનો કાર્યક્રમ સવારે 6 થી 10 સુધી વેરાવળ ચોપાટી ખાતે યોજાયેલ જેમાં કોવિડની ગાઈડલાઈનના સરેઆમ ધજાગરા ઉડ્યા હતા. જેમાં આયોજકો, સ્પર્ધકો સહિત તમામએ ગીતો પર નાચ ગાન કરી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા હતા. આ બધુ ચોપાટી પર આવેલ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા, એએસપી અને ડીડીઓના સરકારી બંગલાઓની સામે જાહેરમાં જ થતા સવાલો ઉઠ્યા છે.

કલેક્ટરે ફોન ઉપાડવાનું ટાળ્યું
આ દોડમાં એક હજારથી વધુ જોડાયેલાં બાળકો-યુવાનોમાંથી મોટા ભાગનાએ માસ્ક પહેર્યાં નહોતાં. આવા સંજોગોમાં ગીર-સોમનાથના કલેક્ટર આર.જી ગોહિલે આ રેલીને કયા સંજોગોમાં મંજૂરી આપી અને સ્થાનિકોના જીવ જોખમમાં મૂક્યા છે? આ બેજવાબદાર તંત્ર અને આયોજકો સામે કોવિડના નિયમોનો ભંગ કરવા અંગે કાર્યવાહી કરવા સ્થાનિકોમાં માંગ ઊઠી છે. આ અંગે દિવ્ય ભાસ્કરે જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કલેક્ટરએ ફોન રિસીવ કરવાનુ ટાળ્યું હતું.મંત્રીની જવાબદારી ક્યાં ગઇ?
રાજ્યકક્ષાના ટ્રાન્સપોર્ટ અને ટૂરિઝમમંત્રી અરવિંદ રૈયાણીએ આ રેલી યોજાતાં પહેલાં સમીક્ષા કરી હતી. ત્યારે મીડિયાએ મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થાય તો શું તકેદારી રાખવી એ અંગે પૂછતાં જવાબદાર મંત્રીએ જવાબદારીપૂર્વક જણાવ્યું હતું કે ‘મારા ધ્યાન પર છે, હું જોઈ લઉં છું’.

સાંસદ રાજેશ ચૂડાસમાની હાજરીમાં જ નિયમોના ધજાગરા
આ મેરેથોન દોડમાં ભાજપના સાંસદ રાજેશ ચૂડાસમાની હાજરીમાં કોવિડ નિયમોના ધજાગરા ઊડ્યા હતા. માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ વિના કોવિડ નિયમોના ધજાગરા ઊડ્યા હતા. ત્યારે લોકોના મનમાં ભાજપના જ જવાબદાર પદાધિકારી-નેતાઓએ નિયમોનું ઉલ્લંઘ કરે છે, જેને લઇ ઘણા સવાલો ઊઠી રહ્યા છે. આ સાથે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર મૂકપ્રેક્ષકની ભૂમિકામાં રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/01/09/10-new_1641719209/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.