સોશિયલ મીડિયામાં અવારનવાર વિડિઓ વાઇરલ થતા હોય છે ત્યારે હાલમાં જ ભાજપાના કેટલાક કાઉન્સિલરો, નેતાઓ બેફામ બન્યા છે તેવી ચર્ચા ભાજપામાં થઈ રહી છે. ત્યારે વધુ એક આવો જ કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. ભાજપના પૂર્વ નગરસેવક દ્ધારા લગ્ન પ્રસંગે 17 માર્ચના રોજ હવામાં ફાયરિંગ કરતા વિવાદ સર્જાયો છે.
હાલ ભાજપ નેતાનો ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે શહેર ભાજપા પ્રમુખ શું કોઈ મોટું એક્શન લેશે? તેવી પણ ચર્ચા ભાજપા વર્તુળોમાં થઈ રહી છે. વડોદરામાં ભાજપના પૂર્વ નગરસેવક દ્ધારા 17 માર્ચના રોજ યોજાયેલા લગ્ન પ્રસગમાં હવામાં ફાયરિંગ કરતો વીડિયો સામે આવ્યા બાદ વિવાદ સર્જાયો છે. પૂર્વ નગરસેવક દ્ધારા હવામાં બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પાર્ટી પ્લોટના માલિકની દીકરીના લગ્ન પ્રસગમાં પૂર્વ નગરસેવકે કાયદાના લીરેલીરા ઉડાડ્યા છે.
જાણવા મળી રહ્યું છે કે ભાજપના પૂર્વ નગરસેવક અરવિંદ પ્રજાપતિનો વિડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો છે. ભાજપા નેતા અરવિંદ પ્રજાપતિ સામે પોલીસ ફરિયાદ નોંધાશે કે કેમ તે હવે મોટો સવાલ ઉભો થયો છે. તમને જણાવી દઈએ કે ભાજપના પૂર્વ નગરસેવકના ફાયરિંગનો વીડિયો સાથે દારૂની પાર્ટીના જુના ફોટા પણ વાયરલ થયા છે. આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સમા-સાવલી રોડ પર આવેલ પાર્ટી પ્લોટની માલિકીની દીકરીના લગ્નપ્રસંગમાં ભાજપાના વોર્ડ નં.2ના માજી કાઉન્સિલર અરવિંદ પ્રજાપતિએ રિવોલ્વર કે પિસ્તોલમાંથી બે થી ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું.
લગ્નપ્રસંગમાં કરાયેલ ફાયરિંગનો કથિત વીડિયો ભાજપના જ સોશિયલ મીડિયા ગ્રૂપમાં વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. જો કે, સામાન્ય રીતે લગ્નપ્રસંગે કે અન્ય કોઈ સ્થળે હવામાં ફાયરિંગની આવી ઘટનામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે લગ્નપ્રસંગમાં જાહેરમાં ફાયરિંગ કરતાં માજી કાઉન્સિલરનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે શું પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરશે તેવી ચર્ચા થઈ રહી છે.
નોંધનીય છે કે, વડોદરા ભાજપના પૂર્વ કાઉન્સિલર અરવિંદ પ્રજાપતિએ હવામાં ત્રણ રાઉન્ડ ફાયર કર્યાના મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. લગ્ન પ્રસંગે હવામાં ત્રણ રાઉન્ડ ફાયર કરનાર પૂર્વ કાઉન્સિલર અરવિંદ પ્રજાપતિ ભુગર્ભમાં ઉતરી ગયા છે.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://twitter.com/i/status/1513732757712957443 )
વિડીયો વાયરલ થતા જ ઘર અને ઓફિસ છોડી ગુપ્ત જગ્યાએ પહોંચી ગયા હોવાની માહિતી મળી છે. અરવિંદ પ્રજાપતિએ પોતાનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ અને પોતે પણ ગાયબ થયા છે. હવામાં ફાયરિંગ મામલે શું ખરેખર રિવોલ્વરથી ફાયરિંગ થયું છે? તે તપાસનો વિષય બન્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!