રૂપિયા ફેંકો…નોકરી લો / વધુ એક ભરતી કૌભાંડમાં ભાજપના નેતાનો વિડીયો વાઇરલ થતા ધોતિયા ઢીલા, જુઓ CR પાટીલે કરી આ મોટી કાર્યવાહી : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ગુજરાત

પ્રદેશ ભાજપ એસટી મોરચાના ઉપાધ્યક્ષ જશુ ભીલનો જૂનો વીડિયો વાઇરલ, કોરોનાને કારણે કશું થઈ શક્યું ન હોવાનું કહેતા ભાજપના નેતા વીડિયોમાં દેખાય છે

પ્રદેશ એસટી મોરચાના ભાજપના ઉપાધ્યક્ષ જશુભાઇ ભીલનો કંડક્ટરની ભરતી માટે યુવાન પાસેથી રૂપિયા લીધા હોવાની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાઇરલ થયો છે. જશુભાઇ ભીલ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. જે તે સમયે એસટીમાં નોકરી અર્થે એક યુવાન પાસે 16 મે,2018માં નાણાકીય વહીવટ થયો હોય તેવો 2 વર્ષ જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઇ છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના આદેશથી જશુ ભીલને શિસ્તભંગ ભંગ બદલ ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

એસટી નિગમની ઓફિસો ખૂલે એટલે પૈસા લઈ આવીશ
વાઇરલ થયેલા વીડિયોમાં એસટી નિગમમાં નોકરી અર્થે જિલ્લાના કદવાલ ગામના યુવાન સમદ મકરાણીએ 4 વર્ષ પહેલાં નાણાકીય લેવડ-દેવડ કરી છતાં નોકરી મળી નહીં તેવી ચર્ચાઓ થઈ છે. વીડિયોમાં થયેલી ચર્ચા મુજબ યુવાને જશુભાઈને પ્રશ્ન પૂછ્યો હતો કે, એસટી નિગમમાં નોકરી અર્થે 16 મે,2018માં આપેલા પેમેન્ટને 2 વર્ષ થઈ ગયા છતાં કશું થયું નહીં. મેં તો વ્યાજે પૈસા લાવીને તમને આપ્યા હતા. જેના જવાબમાં જશુ ભીલ જણાવી રહ્યા છે કે, કોરોના આવી જતાં લોકડાઉન થઈ જતાં કશું થયું નથી. મેં પણ જેમને પૈસા આપ્યા હતા તેમની પાસેથી લઈ આવું. એસટી નિગમની ઓફિસો ખૂલે એટલે પૈસા લઈ આવીશ. તમે બધું ભાષણ કરશો તો હું કશું કરી શકું નહીં. 2 વર્ષ જૂનો આ વીડિયો હાલ વાઇરલ થતાં સમગ્ર રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

વીડિયોમાં જશુ ભીલ સાથે વાત કરતા યુવાન સમદ મકરાણીએ જણાવ્યું હતું કે, 2018ની કંડક્ટરની ભરતીમાં મેં ફોન ભર્યું હતું. જેમાં જશુભાઇ ભીલને કલેક્ટરના ઓર્ડર માટે મેં 40 હજાર રૂપિયા આપ્યા હતા. મને ન્યાય મળ્યો નથી. હું 2020માં તેમને મળવા ગયો તેનો વીડિયો મે સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો છે. મારા 40 હજાર રૂપિયા મને પાછા મને પાછા મળે તેવી મારી માંગ છે. હું તો છેતરપિંડીનો ભોગ બની ગયો છું, પણ કોઇ ગરબી વ્યક્તિ છેતરપિંડીનો ભોગ ન બને તે માટે સરકાર અમને ન્યાય અપાવે તેવી અમને આશા છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/13/05-vadodara-bjp-neta-video-viral-rohit_1644739921/mp4/v360.mp4 )

ભાજપના એસટી મોરચાના ભાજપ ઉપાધ્યક્ષ જશુ ભીલએ જણાવ્યું હતું કે, મારી છાપ સારી છે એટલે મારી કારકિર્દીને દાગ લગાડવા કોઈ વિરોધીએ આ કર્યું છે. હું કોઈને ઓળખતો નથી અને મેં કોઈ પૈસા લીધા નથી. કોઈએ એડિટ કરી મારો વીડિયો બનાવ્યો હોય એવું લાગે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.