રાજકોટમાં નથી રહ્યો ખાખીનો ડર / ભાજપ આગેવાનના ભત્રીજાએ રાજકોટમાં રોફ જમાવવા હવામાં કર્યું ફાયરિંગ, જુઓ પોલીસ આવતા થયું એવું કે….

ટોપ ન્યૂઝ રાજકોટ

સોશિયલ મીડિયામાં અનેક લગ્ન પ્રસંગ, ડાયરા કે ગરબામાં હવામાં ફાયરિંગ થતા વીડિયો જોયા હશે, આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. રાજકોટમાં એક યુવક દ્વારા હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાઈરલ થયો છે. જેના કારણે ખભભળાટ મચ્યો છે. રમેશ ખીમણિયા નામના યુવક દ્વારા કાલાવડ રોડ પર મોટલ ધ વિલેજ પાસે ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો છે.

શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલી મોટેલ ધી વિલેજ હોટલ સામે રોડ પર કાર પાસે ઊભા રહી એક શખસ હવામાં ફાયરિંગ કરતો હોય એવો વીડિયો ફરતો થયો હતો, હવામાં ફાયરિંગના ધડાકા વીડિયોમાં સ્પષ્ટ સંભળાતા હતા, ભડાકા કરનાર વાજડીનો રમેશ ખિમાણિયા હોવાનું ખૂલ્યું હતું, આ મામલો પ્રકાશમાં આવતાં જ યુનિવર્સિટી પોલીસ હરકતમાં આવી હતી.

પોલીસે શોધખોળ શરૂ કરી
આ મામલે પીઆઇ ચાવડાએ જણાવ્યું હતું કે હવામાં ફાયરિંગ કરનાર વાજડીનો રમેશ હોવાનું સ્પષ્ટ થતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તે તેના ઘરે મળી આવ્યો નહોતો.

આરોપી હથિયાર બતાવી લોકોને હેરાન કરતો
વીડિયો ફરતો થતાં જ લોકોમાં ચર્ચાતું હતું કે ભાજપ આગેવાનનો ભત્રીજો રમેશ ખિમાણિયા મેટોડા વિસ્તારમાં હથિયાર સાથે આંટાફેરા કરીને વેપારીઓ અને ઉદ્યોગપતિઓને હેરાન કરતો રહે છે, માથાભારે શખસ ત્રાસ આપતો હોવા છતાં તેની સામે અવાજ ઉઠાવવાની કોઇ હિંમત કરી શકતું નહોતું, હવામાં ફાયરિંગ કરી રોફ જમાવનાર રમેશ ખિમાણિયાની જાહેરમાં સરભરા કરી પોલીસ તેને કાયદાનું ભાન કરાવે તેવી લોકોમાં માગ ઊઠી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.