સોશિયલ મીડિયાના યુગમાં અવનવું વાઇરલ થતું હોય છે. ત્યારે કચ્ચા બદામ ગીત બાદ હવે કાલા અંગૂર ગીતે સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી છે. થોડા દિવસો પહેલા એક કાકા કચ્ચા અમરૂદ ગીત ગાઈને સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તો હવે આ કાકા કાળી દ્રાક્ષ લઇને આવ્યાં છે.
થોડા દિવસ પહેલા જ્યારે કાકાનુ કચ્ચા અમરૂદ ગીત વાયરલ થયુ હતુ ત્યારે એક મ્યુઝીક વીડિયોમાં તેમનો જલવો વિખેરતા દેખાયા હતા. તો હવે કાકા લારી પર બેસીને કાળી દ્રાક્ષ વેચી રહ્યાં છે અને તેના પર ગીત ગાઇ રહ્યાં છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો સામે આવ્યાં બાદ લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યાં છે.
આ ગીત સોશિયલ મીડિયામાં આવતા અમુક લોકોનુ કહેવુ છે કે હવે તો હદ થઇ ગઇ છે. યુઝર્સ કહી રહ્યાં છે કે ઈન્ટરનેટ પર કઈ પણ વાયરલ થઇ રહ્યું છે. કાળી દ્રાક્ષનુ ગીત સાંભળી સોશિયલ મીડિયામાં યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. વાયરલ વીડિયો જે રીતે જોવાઈ રહ્યો છે. તેને જોઈને યુઝર્સ કહી રહ્યાં છે કે જે રીતે કચ્ચા બાદામ અને કચ્ચા અમરૂદ ગીતે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી હતી. એ જ રીતે કાળી દ્રાક્ષ પણ છે.
આ ગીતે સોશિયલ મીડિયાના યુઝર્સને પોતાના દીવાના બનાવી લીધા છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે કાકા લારી પર બેસી ચાની ચુસ્કી લગાવીને કાળા અંગૂર ગીત ગાઈ રહ્યાં છે. વીડિયો જોઈને તમે પણ હસીહસીને લોટપોટ થઇ જશો.
આ વિડિઓ અત્યાર સુધી હજારો લોકોએ જોયો છે. વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર saaliminayat નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને શેર કર્યા બાદ યુઝરે કેપ્શનમાં લખ્યું ‘લેલો અંગૂર.’
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!