જલારામ બાપાની 180 વર્ષ જૂની લાકડીને સ્પર્શ કરી આશીર્વાદ મેળવો, જો છોડીને જશો તો લાગશે મહાપાપ, આશીર્વાદ મેળવો બધા દુખ થશે દૂર

ધર્મ

સૌ જાણોજ છો કે રાજકોટ થી લગભગ 52 કિ.મી દૂર આવેલું વીરપુર આમ તો નાનકડા ગામ જેવું છે પરંતુ આ ગામમાં આવેલું જલારામ બાપાનું મંદિર આખી દુનિયામાં ખૂબજ પ્રખ્યાત છે. જલારામ બાપનો જન્મ 4 નવેમ્બર 1856 ના રોજ વીરપુર ગામમાં જ દિવાળીના એક અઠવાડિયા બાદ થયો હતો.

લોકો દેશ વિદેશ થી અહીંયા દર્શનનો લાભ લેવા માટે આવે છે. જલારામ બાપાના પરચા આપસૌ ને થયાં જ હશે. જલારામ બાપા પોતે શ્રીરામ ભગવાનના પરમ ભક્ત હતા. વીરપુર ધામ કે જે એક મોટું તીર્થધામ તરીકે પણ ઓળખાય છે. ત્યારે આજે આપણે જલારામ બાપાના ખાસ સંબંધ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના ખજુરી પીપળીયા ગામે એક પરિવાર રહે છે.

ખજૂરી પીપળીયા ગામના વતની અને સુરતમાં સ્થાઈ રહેલા એવા મહેશભાઈ આ 180 વર્ષ જૂની જલારામ બાપાની લાકડી વિશે જાણકારી આપતા જણાવ્યું કે જલારામ બાપાએ તે ગામના મહેશભાઈ પટેલના પરિવાર ને પ્રસાદી રૂપે લાકડી આપી હતી. વાત જાણે એમ છે કે, ગામમાં જલારામ બાપા જે જગ્યાએ આરામ કરવા માટે બેસતા હતા તે દરમિયાન કેટલાક વડીલો પણ તેમની સાથે બેસતા હતા,

એવામાં પટેલ પરિવાર સાથે બાપા નો આત્મીયતાનો સંબંધ બંધાઈ ગયો હતો તેથી જલારામ બાપા પટેલ પરિવાર ના ઘરે રાત પણ રોકાયા હતા. જ્યારે જલારામ બાપા ફરી એક વખત તેમના ગામમાં પણ ગયા હતા. ત્યારે તે ભગત ના ઘરે પણ ગયા હતા અને એ ભગત ખૂબ જ દુઃખી દેખાતા ત્યારે જલારામ બાપાએ પોતાની લાકડીએ ભગતને આપી દીધી અને કહ્યું કે આ લાકડીને તમે તમારા રસોડામાં રાખજો.

તમારા ઘરમાં અન્ન નો ભંડાર ક્યારેય ખૂટશે નહીં ત્યાર થી તમેના ઘરે અનાજ ક્યારે ખુટતું નથી અને ત્યારથી જ આ લાકડીનો ઇતિહાસ રચાઇ ગયો છે.

જલારામ બાપાએ આ લાકડી સાથે 68 તીર્થ ની યાત્રા પણ કરી હતી અને કહેવાય છે કે લાકડી ના દર્શન માત્રથી ભક્તોના તમામ દુઃખો દૂર થાય છે. જલારામ બાપા એ સોમવાર ના દિવસે લાકડી પર ઘી લગાડવાનું કહી ગયા હતા તેથી પેઢી દર પેઢી બાપાના કયા મુજબ લાકડીને સાચવી રહ્યા છે અને લાકડી પર ઘી પણ લગાડે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.