જામસાવલીના ચમત્કારિક હનુમાનજીને ટચ કરીને આશીર્વાદ લો, માત્ર આટલા જ કલાકમાં તમારી મનોકામનાઓ પૂર્ણ થશે

ધર્મ

શ્રી રામદુત હનુમાનજી આ કળયુગમાં અજરા અમર છે. એવું કહેવાય છે કે જેને સર્જન કર્યું છે આ પૃથ્વીનો તે સર્જનહાર છે એટલે કે તેઓ ભગવાન છે ઈશ્વર છે અને જે તમામ પ્રકારના કષ્ટ હરે લે છે તેવા કષ્ટભંજન દેવ છે એટલે કે એ કષ્ટભંજન દેવ હનુમાનજીને કહેવામાં આવે છે બજરંગ બલી એટલે કષ્ટભંજન દેવ.

શનિવારે અને મંગળવારે વિશેષ કરીને હનુમાનજીના મંદિરમાં જઈને દર્શન કરવા માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે.આવો આજે આપણે શનિવારના શુભ દિવસે અહીં હનુમાનજીના એક ચમત્કારિક મંદિર વિશે દર્શન કરીને વાત કરીશું.

આમ તો હનુમાનજીના સમગ્ર દેશમાં જોઈએ તો ઘણા ચમત્કારિક મંદિરો આવેલા છે પણ આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે પણ ખૂબ જ જાણીતું અને પ્રસિદ્ધ થયેલું મંદિર છે.આ મંદિર દેશના મધ્યભાગમાં એટલે કે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે મધ્યપ્રદેશ રાજ્યના છિંદવાડા જિલ્લામાં જામ અને સાવલી ગામની વચ્ચે આવેલું છે આ હનુમાનજી મંદિર.એટલા માટે જ તો તેને કહેવામાં આવે છે જામ સાવલી હનુમાનજી મંદિર.

જામ સાવલી ગામમાં હનુમાનજી મંદિરમાં સ્વયંભુ હનુમાનજીની મૂર્તિ આવેલી છે આ મૂર્તિ શયન અવસ્થામાં છે. અહીંથી નાગપુર શહેર 67 કિલોમીટર દૂર આવેલું છે તેમજ આ જે મંદિર આવેલું છે તે વિસ્તાર છે દંડકારણ્ય અને સાતપુડા પર્વતમાળામાં આવેલું છે. નજીકમાં આજે જામ નદી અને સર્પા નદી બંને આવેલી છે.

અહીં હનુમાનજી ભગવાનને મૂર્તિ એક પીપળના મોટા વૃક્ષની નીચે આવેલી છે આ મૂર્તિ એ સુતેલી અવસ્થામાં છે એટલે કે શયન કરતા હોય તે રીતે હનુમાનજી બજરંગ બલીના અહીં આપ દર્શન કરી શકશો. સ્થાનિક લોકોનું માન્યતા શરૂઆતમાં તો અહીં ભગવાનને મૂર્તિ ઉભી હતી પરંતુ અહીં આ મૂર્તિના નીચે ધન દટાયેલું હોય છે ધન દટાયેલું છે સંપત્તિ છે.

માટે ભગવાન આ રીતે શયન કરીને પોતાનું દાન સાચવી રહ્યા છે તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. વર્ષો પહેલા એકવાર અહીં કેટલાક લોકોએ રાત્રેના સમય દરમિયાન આ છુપાયેલું ધન ગુપ્ત ધનને ચોરવા માટે પ્રયત્ન કરેલો ત્યારે ભગવાને સ્વયં તેની રક્ષા કરી હતી.ત્યારથી જ આ રીતે શયન અવસ્થામાં ભગવાન નિયમિત રીતે આ ગુપ્ત ધનને રક્ષા કરી રહયા છે.

અહીં દર્શન કરવા આવનાર લોકો મોટાભાગે શનિવારે અને મંગળવારના દિવસે મંદિરમાં આવતા હોય છે જેથી અહીં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચે છે. અહીં દર્શને આવનાર તમામ ભક્તોની મનોકામનાઓ મનની મુરાદ એ ભગવાન બજરંગ બલી હનુમાન દાદા મહાવીર હનુમાનજી પૂર્ણ કરે છે.

તો આવો તમે પણ અહીં આ લેખને લાઈક કરીને શેર કરો તમારા અને મિત્રો સુધી પહોંચાડવા માટે.અને હા નીચે કોમેન્ટમાં જરૂરથી લખો જય બજરંગ બલી જય હનુમાન દાદા.આવતા 24 કલાકની અંદર તમારી બધી જ મનોકામનાઓ દાદા બજરંગ બલી હનુમાનજી પૂર્ણ કરે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *