કાંડ પર કાંડ / હજુ તો ગ્રીષ્મા હત્યાકાંડની શાહી સુકાઈ નથી ત્યાં રાજકોટમાં આંધળા પ્રેમીએ ગળેટૂંપો દઈને હત્યા કરી, જુઓ હત્યા બાદ પ્રેમીએ કર્યો એવો કાંડ કે જાણીને તમે ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ રાજકોટ

રાજકોટ(Rajkot): હજુ તો સુરતના કામરેજના પાસોદરા પાટિયા નજીક એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા વેકરીયાની જાહેરમાં ગળું કાપીને હત્યા કરી નાખી હતી. તેની આગ હજુ ઓલવાઈ નથી ત્યાં તો, રાજકોટના કરણપરામાં ગઇકાલે મોડીરાતે નોવા હોટલમાં પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ એસિડ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

ઘટનાની જાણ થતા એ ડિવીઝન પોલીસ દોડી જઇ યુવતીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી જામનગરની અને યુવાન કચ્છનો હોવાનું ખુલ્યું છે. યુવાને પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો દઇ યુવતીને પતાવી દીધાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, કચ્છનો યુવાન જેમીસ ધનરાજભાઈ દેવાયતા અને જામનગરની યુવતી બંને વચ્ચે પ્રેમસંબંધ હતો. ACP એ આ ઘટના અંગે જણાવતા કહ્યું કે, જેમીસે યુવતીના ગળે પ્લાસ્ટિકની પટ્ટી વડે ગળેટૂંપો આપી હત્યા કરી છે. જેમીસ અને યુવતી ગઇકાલે સવારે 9 વાગ્યાના અરસામાં નોવા હોટલમાં આવ્યા હતા.

હોટલમાંથી મળતી માહિતી અનુસાર, યુવતી અને જેમીસ હોટલના 301 નંબરના રૂમમાં રોકાયા હતા. જેમીસે યુવતીની હત્યા અને પોતે એસિડ પીતા પહેલા પરિવારને જાણ કરી હતી. જેમીસ હોટલમાં એસિડ કેવી રીતે લઇ ગયો તેની તપાસ કરવામાં આવશે. મૃતક યુવતીના પિતાએ જણાવ્યું હતું કે, ગઇકાલે સવારે 9 વાગ્યાથી જ મારી દીકરીનો ફોન બંધ આવતો હતો. ત્યાર બાદ સાંજ સુધી અમે ફોન કરવાની કોશીશ કરી હતી.

સાંજે 6 વાગ્યા આસપાસ ફોન જેમીસે ઉપાડ્યો હતો અને કહ્યું, “તમારી દીકરીની મેં હત્યા કરી નાખી અને હું પણ એસિડ પી ને આપઘાત કરું છું.” યુવતીએ જેમીસ સાથે પ્રેમ સંબંધ હોય એવી કોઈ દિવસ અમને જાણ કરી ન હતી. ફ્રેન્ડ સર્કલમાં એક મિત્ર જ હોવાની વાત કરી હતી. અમારી માંગ છે કે, અમારી દીકરીની હત્યા કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. મારી દીકરી ભણવા જતી ત્યારે બપોરે રિસેસ પડે તો પણ મને ફોન કરતી અને કહેતી પપ્પા રિસેસ પડી છે.

હાલમાં જેમીસને રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલવામાં આવ્યો છે. સાંજના 6 વાગ્યા પહેલા યુવતીએ પોતાની માતાને ફોન કરી મદદ માગી હતી પરંતુ માતા-પિતા જામનગરથી રાજકોટ પહોંચે તે પહેલા જેમીસે તેની હત્યા કરી નાખી હતી. હોટલના બાથરૂમમાં લોહીના નિશાન અને એક જીન્સનું પેન્ટ મળી આવ્યું છે. તેમજ જેમીસ એસિડ પ્લાસ્ટિકની કોથળીમાં લાવ્યો હોવાનું જાણવા મળી આવ્યું છે. પોલીસ આ અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?

?  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *