ટાયર ફાટ્યું ને થયો ગમખ્વાર અકસ્માત / ગોંડલ પાસે બોલેરો જીપનું ટાયર ફાટતાં અલ્ટો કાર સાથે અથડાઈ, 2નાં કરુણ મોત, જુઓ 2 ગંભીર રીતે ઘાયલ

ગુજરાત ટોપ ન્યૂઝ

અકસ્માતને લઈને માર્ગ પર સર્જાયાં ટ્રાફિકજામનાં દૃશ્યો

ગોંડલ નજીક યમરાજાએ પડાવ નાખ્યો હોય એમ અવારનવાર અકસ્માતના બનાવ બને છે. ગોંડલ પાસે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. આજે સવારે ગોંડલની મોટી ખિલોરી પ્રાથમિક શાળા પાસે બોલેરો અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિનાં મોત થયા છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેને ગોંડલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ગોંડલ(Gondal) પાસે અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. ત્યારે હાલમાં ગોંડલ નજીક અકસ્માત(Accident)નો વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. આજે સવારે ગોંડલની મોટી ખિલોરી(Moti khilori) પ્રાથમિક શાળા પાસે બોલેરો અને અલ્ટો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિનાં ઘટના સ્થળે જ કરુણ મોત થયા છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને ગોંડલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

દેરડી કુંભાજીના ઉદાભાઈ શાકભાજીવાળાની બોલેરો જીપ શાકભાજી ભરીને જઈ રહી હતી, ત્યારે મોટી ખીલોરી ગામની પ્રાથમિક શાળા પાસે શાકભાજી ભરેલી ​જીપનું ટાયર ફાટ્યું હતું જેને કારણે જીપ ચાલકે કાબૂ ગુમાવતાં સામેથી આવી રહેલી અલ્ટો કારને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાઈ જવા પામ્યો હતો. આ અકસ્માતમાં જેતપુરના થાણાગાલોળ ગામનાં જયાબેન ઉંધાડ (ઉં.વ. 71)નું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

જ્યારે ઉદાભાઈ અને રોહિતભાઈ ભીખુભાઇ પાઘડાળ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સના માધ્યમથી ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં લઈ જતી વેળાએ રોહિતભાઈનું પણ મોત થયું હતું. બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાને પગલે તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

તાલુકા પોલીસે તપાસ હાથ ધરી : જ્યારે ઉદાભાઈ અને રોહિતભાઈ ભીખુભાઇ પાઘડાળને ઇજા થતાં 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સની મદદથી ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જતી વેળાએ રોહિતભાઈનું પણ મોત નીપજ્યું હતું. બન્ને મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માતના બનાવને પગલે તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.