સુરતના સારોલી વિસ્તારમાં આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. સીસીટીવી કેમેરા જોઈને ભલભલાનાં હૃદય હચમચી જાય એ પ્રકારનાં દૃશ્યો સામે આવ્યાં છે. ઢાબામાં બેઠેલા લોકો રીતસરના ઢાબાની બહાર દોડતા દેખાયા હતા. ઘટના છે અકસ્માતની જેમાં એક બોલેરો પિક-અપ બેકાબૂ બનતાં ‘બાપાનો બગીચો’ નામના ઢાબામાં ઘૂસી ગઈ હતી. ( ખૌફનાખ વિડિઓ નીચે આપેલો છે )
ઢાબામાં જમવા બેઠેલા એક યુવકને સીધો જ કચડી નાખ્યો હતો, જેને લઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારોલી વિસ્તારમાં રોડ પાસે આવેલા ‘બાપાનો બગીચો’ નામના ઢાબામાં ગ્રાહકો બેઠા હતા. ઢાબાના નજીકથી પસાર થતી બોલેરો પિક-અપના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં જોવા જેવી થઈ હતી. ( વિડિઓ નીચે આપેલો છે )
ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં સીધે સીધી પિક-એપ ઢાબામાં પ્રવેશી ગઈ હતી. ઢાબામાં પ્રવેશતાં જ અંદરના ગ્રાહકો બહાર દોડ્યા હતા. સારોલી વિસ્તારના ઢાબામાં ફુલ સ્પીડમાં પિક-અપ બોલેરો પ્રવેશી હતી. જમવા બેઠેલા એક યુવકને કચડી નાખ્યો હતો. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે કે બોલેરો સીધા રોડ પરથી ઢાબાની અંદર જ આવી જાય છે અને અંદર જે ખાટલા મૂકવામાં આવ્યા હતા તેમના ઉપર કેટલા ગ્રાહકો સૂઈને મોબાઈલમાં જોતા હતા. તો એક ગ્રાહક ખુરસી પર પણ બેઠેલો હતો.
પિક-અપ ગાડીએ ખુરસી પર બેઠેલા યુવકને જબરદસ્ત ટક્કર મારી ઉડાડી દીધો હતો તેમજ બાજુ ઉપર જે ચા બનાવી રહ્યો હતો તે પણ પોતાના જીવ બચાવીને બહાર ભાગતો દેખાય છે. ‘બાપાનો બગીચો’ ઢાબાના માલિક નિલેશ સુરાનાએ જણાવ્યું હતું કે હું કાઉન્ટર પર બેઠો હતો અને એકાએક જ બોલેરોપિક-અપ અંદર ઘૂસી આવી હતી. ( વિડિઓ નીચે આપેલો છે )
એક-બે ક્ષણની અંદર જ એવી રીતે અંદર આવી ગઈ કે અમે કંઈ સમજી શક્યા નહીં. 8થી 10 ગ્રાહકો અંદર હતા, તે પૈકીના ત્રણ લોકોને ઈજા થઈ છે. મને પણ સામાન્ય ઇજા થઈ હતી અને હું ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લેવા માટે ગયો હતો. બેથી ત્રણ લોકોને ઈજા થઈ છે એમાં એક વ્યક્તિને ત્રણથી ચાર ફ્રેક્ચર થયાં હોવાનું જાણવા મળ્યું છે.
View this post on Instagram
પિક-અપનો ચાલક છે ઘટનાસ્થળે ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. બોલેરો પિક-અપ ખાલી હતી અને ડ્રાઇવર ઘટનાસ્થળેથી ભાગી ગયો છે. જે રીતે ગાડી અંદર પ્રવેશી હતી એ જોતાં અમે પોતે પણ આ સીસીટીવી જોઈને સ્તબ્ધ થઈ ગયા છે. જાણે અમારો કાળ બનીને ગાડી અંદર પ્રવેશી હતી, પરંતુ સદનસીબે અમારા તમામના જીવ બચી ગયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!