હિરોઈન થઈને નિમ્ન કક્ષાનું કાર્ય / બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી ચોરી કરતા ઝડપાઇ, જુઓ નામ જાણશો તો ચોંકી ઉઠશો

બોલિવૂડ

બંગાળની લોકપ્રિય એક્ટ્રેસ રૂપા દત્તાના ચાહકો માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ પ્રમાણે, રૂપા દત્તાની પોકેટમારીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના કોલકાતા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા દરમિયાનની છે.

બિધાન નગર પોલીસ સ્ટેશનના જણાવ્યા પ્રમાણે, શનિવાર, 12 માર્ચના રોજ એક મહિલા ડસ્ટબિનમાં બેગ ફેંકતી હતી. આ મહિલાને જોઈને પોલીસને શંકા ગઈ હતી. ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી.

શંકા જતાં પોલીસે તે મહિલાની પૂછપરછ કરી હતી. પૂછપરછની સાથે જ તે મહિલાનું પર્સ તપાસવામાં આવ્યું હતું. આ પર્સમાંથી અનેક મની પર્સ મળ્યા હતા. પોલીસને આ મહિલા પાસેથી 75 હજાર રૂપિયા રોકડા મળ્યા હતા. પૂછપરછમાં આ મહિલા જાણીતી એક્ટ્રેસ રૂપા દત્તા હોવાનું સામે આવ્યું હતું.

એક્ટ્રેસે પોકેટમારીની વાત સ્વીકારી
પૂછપરછમાં રૂપા દત્તાએ પોકેટમારી કરી હોવાનું કબૂલ કર્યું છે. આટલું જ નહીં તેણે એમ પણ કહ્યું હતું કે તે અલગ અલગ મેળામાં, ઇવેન્ટ્સમાં અને ભીડવાળી જગ્યાએ લોકોના પર્સની ચોરી કરતી હોય છે.

રૂપા દત્તા ચોરી કરતી હોવાની વાત સામે આવતા જ ચાહકોને નવાઈ લાગી હતી. રૂપા પાસેથી એક ડાયરી પણ મળી હતી. આ ડાયરીમાં અત્યાર સુધીની તમામ રકમનો હિસાબ લખવામાં આવ્યો છે.

અનુરાગ કશ્યપ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ મૂક્યો હતો
2020માં રૂપા દત્તાએ બોલિવૂડ ડિરેક્ટર-પ્રોડ્યૂસર અનુરાગ કશ્યપ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ મૂક્યો હતો. તેણે સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી અને અનુરાગ સાથેની વાતચીતના સ્ક્રિન શોટ શૅર કર્યા હતા. રૂપાએ કહ્યું હતું કે અનુરાગ કશ્યપની નજરમાં કોઈ પણ સ્ત્રી માટે સન્માન નથી. તેને ઓળખ્યા બાદ આ વાતની જાણ થઈ.

આથી જ પાયલ ઘોષના આરોપ સાચા છે. અનુરાગ કશ્યપને કઠોર સજા મળવી જોઈએ અને તે ડ્રગ્સ પણ લે છે. તે પોતાના આર્ટિસ્ટને સપ્લાય કરે છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ તપાસ કરવાની જરૂર છે.

રૂપા દત્તાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે સિરિયલ ‘જય મા વૈષ્ણોદેવી’માં જોવા મળી હતી. આ ઉપરાંત તે પોતાની એક્ટિંગ એકેડમી પણ ચલાવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.