હિજાબના વિરોધમાં આ બૉલીવુડ અભિનેત્રીએ ઉતાર્યા કપડાં, ન જોવાય એવું દેખાડી દીધું, ધક્કામુકી નય નિરાંતે જોઈલો વિડિઓ : VIDEO

ટોપ ન્યૂઝ બોલિવૂડ

ઈરાનમાં હિજાબ વિરોધી આંદોલન સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર દુનિયામાં પહોંચી ગયું છે. ખાસ વાત એ છે કે મહિલાઓ આ આંદોલનનું નેતૃત્વ કરી રહી છે જેમને દુનિયાની મોટી મોટી હસ્તીઓનું સમર્થન મળી રહ્યું છે. હિજાબ વિરોધી પ્રદર્શનના સમર્થનમાં પોતાનો અવાજ ઉઠાવનાર અભિનેત્રી એલનાઝ નોરોજી ફરીથી એકવાર આ આંદોલનમાં જોડાઈ છે. ( વિડિઓ નીચે આપેલો છે )

વિરોધ જતાવવા માટેના તેના અનોખા અંદાજને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનું પાત્ર પણ બની છે. એલનાઝ નોરોજીએ મંગળવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તે વિરોધ જતાવવા માટે પોતાના કપડાં ઉતારતી જોવા મળી. વીડિયોમાં ઈરાની અભિનેત્રી પોતાનો હિજાબ અને બુરખો ઉતારતી જોવા મળી રહી છે.

ત્યારબાદ તે અન્ય કપડાં પણ એક પછી એક ઉતારે છે. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું કે ‘દરેક મહિલા, દુનિયામાં ક્યાંય પણ, એ વાતની પરવા કર્યા વગર કે તે ક્યાંથી છે, તેને એ અધિકાર હોવો જોઈએ કે તે જે ઈચ્છે, જ્યારે ઈચ્છે અને જ્યાં ઈચ્છે તે પહેરી શકે. કોઈ પણ પુરુષ કે કોઈ પણ મહિલાને એ અધિકાર નથી કે તે તેને જજ કરે કે પછી તેને બીજા કપડાં પહેરાવા માટે કહે.’ ( વિડિઓ નીચે આપેલો છે )

એલનાઝ નોરોજીએ લખ્યું છે કે ‘દરેકનો પોતાનો એક અલગ દ્રષ્ટિકોણ અને માન્યતા હોય છે અને તેનું સન્માન થવું જોઈએ. લોકતંત્રનો અર્થ હોય છે નિર્ણય લેવાની તાકાત. દરેક મહિલા પાસે પોતાના શરીર અંગે નિર્ણય લેવાની તાકાત હોવી જોઈએ. હું નગ્નતાને પ્રોત્સાહન નથી આપતી, હું ‘મારી પસંદની સ્વતંત્રતા’નું સમર્થન કરી રહી છું.

‘ અત્રે જણાવવાનું કે સપ્ટેમ્બરથી ચાલુ થયેલા વિરોધ પ્રદર્શનમાં આ અગાઉ મહિલાઓ પોતાના વાળ કાપતી અને હિજાબને બાળતી જોવા મળી હતી. એક્ટિંગમાં કરિયર શરૂ કરતા પહેલા એલનાઝે ઈન્ટરનેશનલ લેવલ પર મોડલિંગ કર્યું હતું અને 10 વર્ષ સુધી આ ક્ષેત્રમાં કામ કર્યું હતું. ( વિડિઓ નીચે આપેલો છે )

તે એક પ્રશિક્ષિત પર્શિયન ટ્રેડિશનલ ડાન્સર છે. તે ભારતમાં કથક પણ શીખી રહી છે. જણાવી દઈએ કે સપ્ટેમ્બરમાં ઈરાનની પોલીસે અમીની નામની એક મહિલાને યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ કસ્ટડીમાં લીધી હતી

ત્યારબાદ તે પોલીસ સ્ટેશનમાં પડી ગઈ અને ત્રણ દિવસ પછી તેનું મોત થયું હતું. અમીનીના મોત પછી દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા અને સરકારે વિરોધ કરનારાઓ સામે કડક કાર્યવાહી પણ કરી. તમને જણાવી દઈએ કે ઈરાનમાં પ્રદર્શનની આગ ફેલાઈ રહી છે અને આ આંદોલનને દુનિયાભરમાંથી સમર્થન મળી રહ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *